Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

માગશરી પુનમે ગુરુ ગોવિંદ જયંતિ અને ભીલોના બલિદાન નિમિત્તે હજારો લોકો માનગડ ધામે ભેગા મળ્યા

પંકજ પંડિત

તારીખ ૨૬/૧૨/૨૦૨૩ માગસરી પુનમના રોજ માનગડ ખાતે પુજ્ય ગુરુ ગોવિંદજી ની હયાતીથી જ તેમના જન્મ નિમિત ભેગા મળવાનો અને ભક્તિ નો મેળો ગુરુ ગોવિંદે માનગડ બાંધ્યો હતો. આવા માગશરી પુનમના મેળામા જ જનજાતી સમાજના ઉત્થાન અને વિકાસ માટે સંપસભાની રચના થઈ હતી, આવા માગસરી પુનમના મેળા દરમ્યાન જ આઝાદીના આંદોલનમા ભીલોનો રંગ એવા માનગડ બલિદાનની ઘટના ઘટી હતી અને ૧૫૦૭ થી વધારે ભક્તો સંતોએ અંગ્રેજોની ગોળીથી બલિદાની વ્હોરી હતી.

ગુરુ ગોવિંદના ભક્તો અને આદિવાસી સમાજ માટે માગશરી પુનમનુ ઐતિહાસિક મહત્વ છે ત્યારે માનગડ ખાતે વિવિધ કાર્યક્રમો પણ આ દિવસની યાદમાં થયાં હતાં. આજના કાર્યક્રમમા જનજાતી સામાજીક આગેવાનો રાજારામજી કટારા અને અજીતદેવ પારગી વગેરેએ પણ સંતો ભક્તોની સાથે માનગડની મુલાકાત કરી ગુરુ ગોવિંદજી ને નમન વંદન કરી ગુરુની ધુણીની વંદના કરી હતી, સાથે જ અમર બલિદાનના સાક્ષી એવા માનગડમા બલિદાની વિરોને શ્રધ્ધાંજલી અર્પિત કરી હતી અને માનગડ રાષ્ટ્રીય સ્મારક ઘોષિત થાય એવો સંકલ્પ કર્યો હતો.

Share

Related posts

પંચમહાલ જિલ્લાના ખેડૂતો સરકારશ્રીની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લે તે માટે અનુરોધ કરતા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જી.પટેલ

gujaratjanekta

બિલવાણી મુકામે સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો ત્રીજો દિવસ

gujaratjanekta

મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને સંતરામપુર પ્રતાપપુરા ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial