Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લાના ખેડૂતો સરકારશ્રીની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લે તે માટે અનુરોધ કરતા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જી.પટેલ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

ખેડૂતોની આવક બમણી થાય,ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તથા ખેડૂતો મિલેટ ધાન્ય પાકોનું વધુમાં વધુ વાવેતર કરે જેના અનુસંધાને સરકારશ્રી દ્વારા જન જાગૃતિ હેતુ સતત અભિયાનો ચાલી રહ્યા છે.આજે રાજ્યમાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતીની સાથે મિલેટ ધાન્ય પાકો તરફ વળ્યા છે.લોકોમાં મિલેટ ધાન્ય પાકો અંગે જાગૃતિ વધે અને રોજીંદા જીવનમાં વપરાશ થાય તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રિય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.

આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે તથા ખેડૂતોમાં જાગૃતિ આવે તે માટે પંચમહાલ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં કૃષિ મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત ત્રિ- મંદિર,ભામૈયા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરાની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો હતો.આ પ્રસંગે રંગમંચના કલાકારો દ્વારા મિલેટ ધાન્યના જન જાગૃતિ અર્થે ભવાઈ અને નાટક રજૂ કર્યું હતું.આ તકે મકાઈ સંશોધન કેન્દ્ર,ગોધરાના વૈજ્ઞાનિકશ્રી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે ખેતીમાં વધુ ઉત્પાદન કેવી રીતે લઈ શકાય તેની માહિતી આપી હતી.

ગુજરાતમાં વવાતા તૃણ ધાન્ય પાકો પૈકી નાગલી એટલે કે રાગીનું સ્થાન મોખરાનું છે.ગુજરાતમાં ૧૪,૧૬૧ હેકટર જમીનમાં વવાતી આ રાગીનું વાવેતર પંચમહાલ જિલ્લામાં પણ કરવામાં આવે છે.

આ કૃષિ મેળામાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જી.પટેલે ખેતીવાડીને લગતી સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી તથા ખેડૂતોને આઈ – ખેડૂત પોર્ટલ પર અરજી કરીને લાભ લેવા જણાવ્યું હતું. મહાનુભાવોના હસ્તે જિલ્લાના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો અંતર્ગત ૭ લાખ ૧૧ હજારથી વધુ રકમની કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા ખેડૂતોને સરકારશ્રીની યોજનાઓ,લાભ અને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કૃષિ મેળામાં જિલ્લાના વિવિધ વિભાગોના કુલ આઠ સ્ટોલ લગાવીને જન જાગૃતિ હેતુ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ તકે પંચમહાલ મદદનીશ ખેતી નિયામકશ્રી એમ.કે.ડાભી દ્વારા સ્વાગત પ્રવચન જ્યારે ખેતીવાડી શાખાના અધિકારીશ્રી દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી.

કૃષિ મેળામાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી,જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી,પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી સહિત ખેતીવાડી વિભાગ ગોધરાના વિસ્તરણ અધિકારીશ્રી શિલ્પાબેન પટેલ તેમજ ગ્રામ સેવક સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

જાણો 2023ના વર્ષ દરમ્યાન ગુજરાત રાજ્યમાં બનેલી કેટલીક મહત્વની અને યાદગાર ઘટનાઓ વિશે

gujaratjanekta

સંતરામપુરની એસ.પી.હાઇસ્કુલ ખાતે ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

gujaratjanekta

દાહોદ જિલ્લાના બાવકા ગામતળ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે બાળકોના માનસિક તંદુરસ્તી માટે જાગૃતતા કેળવાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા ‘સમર યોગ કૅમ્પ’નું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial