Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વધુ વરસાદ પડવાથી પાણી પાનમ નદીમાં છોડતા ડોકવા ખાતે આવેલ મહાદેવના મંદિરના પાયાની દીવાલ ધરાસાઈ થઈ!?

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મોટા ડોકવા ગામે અને પાનમ નદી કીનારે આવેલ સ્વયં ભુ તપેશ્વર મહાદેવનુ અતિ પ્રાચીન મંદીર આવેલ છે. જયારે 1972 તેમજ 1973 મા નદીમાં મોટાપાયે પુર આવ્યો હતો તે સમય દરમિયાન મહાદેવ ભગવાન અને બાળસ્વરૂપે પાર્વતી સાથે મંદીરે પ્રદશિણા કરેલ તેવો ચમત્કાર થયેલ હતો. જયારે મંદિરના સંરક્ષણ માટે ગ્રામજનો દ્વારા લાખો રૃપિયાના ખર્ચ દીવાલ બનાવામાં આવેલ હતી પંરતુ મહીસાગર જીલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન પાનમ નદીના પાણીનો આવકનો સ્ત્રોત વધતા પાનમ ડેમના દરવાજાઓ ખોલી નાખતા પાનમ નદી ગાંડીતુર બની હતી અને પાનમ નદીના ધમધમતા પ્રવાહને લઈને પાનમ નદીનુ પાણી મંદીરના પાયા સુધી ફરી વળતા મંદીરના પાયાની દીવાલ ધરાસાય થઈ હોય તેમ લાગી રહ્યું છે !!

ગ્રામજનો દ્વારા કહેવામાં આવે છે કે જ્યારે સમયચુકતા સાથે પાણી છોડવામા આવેલ હોય તો હાલ આ ઘટના સર્જાઈ ન હોત. હાલ મંદિરમાં થયેલ નુકસાનને લઈને સરકાર દ્વારા રાહત આપવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવેલ હતી.

Share

Related posts

શહેર માં ૧૪ કિ.મી.ની ઝડપે ટાઢો પવન ફૂંકાયો ઠંડીનું વાતાવરણ

Admin

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ખાતે વેબિનારનું આયોજન કરાયું

gujaratjanekta

ઝાલોદ બસ ડેપો દ્વારા એચ.એસ.સી અને એસ.એસ.સી મા પરીક્ષાર્થીઓ માટે એકસ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial