Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા આવતી ક્રૂઝર ગાડીને નડ્યો અકસ્માત તમામ ઇજાગ્રસ્તોને સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરાયા

પંકજ પંડિત

ઝાલોદ ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે મતદાન કરવા અમદાવાદથી ઝાલોદ તરફ ક્રુઝર ગાડી લઈને આવતા તેર વ્યક્તિઓને સંતરામપુર બાયપાસ રોડ પર મુરલીધર સ્કૂલ નજીક તારીખ 22-06-2025 રવિવારના રોજ અંદાજીત સવારના પાંચ વાગે ટાટા ટબોં સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થળ ઉપર જ બે વ્યક્તિઓના મોત થયેલ હતા તેવું સાંભળવા મળેલ હતું.
અકસ્માતની જાણ થતાં 108 ની કુલ ચાર જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી. 108 એમ્બ્યુલન્સમા તમામ લોકોને તાત્કાલિક સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા.
આ બનાવમાં વિક્રમ ડામોર (ઉ. 20), આહાન બાદલ ડામોર (ઉ. 34), સાહિલ ખડિયા (ઉ. 16), કમલેશ ખલસિંગ ખડિયા (ઉ. 50), શાંતાબેન ડામોર (ઉ. 27), રમીલાબેન ડામોર (ઉ. 48), સવિતાબેન કમલેશ ખડિયા (ઉ. 38), વિધાનસિંહ ખડિયા (ઉ. 12), દશરાજ ભંડોર (ઉ. 35), કવિતાબેન ડામોર (ઉ. 45), બાદલ રહેમાન ડામોર (ઉ. 25), અનિલભાઈ ડામોર (ઉ. 40), મંજુબેન કમલેશભાઈ ડામોર (ઉ. 27) નામના વ્યક્તિઓને સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા તમામને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જાણવા મળેલ માહિતી મુજબ ઝાલોદ તાલુકાના દાંતગઢ ગામના ચાર વ્યક્તિઓનુ મૃત્યુ થયેલ છે. સાંભળવા મળેલ મુજબ અમુક વધુ ગંભીર ઘાયલ થયેલ લોકોને વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
ઝાલોદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા આવતા અલગ અલગ ગામના આ વ્યક્તિઓના અકસ્માત થતાં ઇજાગ્રસ્તોના પરિવારમાં ચિંતા છવાઈ ગયેલ હતી અને ઇજાગ્રસ્તોના પરિવારજનો તાત્કાલિક સંતરામપુર હોસ્પિટલ ખાતે પહોંચેલ હતા. તેમજ મૃત થયેલ વ્યક્તિના પરિવારજનોમા આઘાત સાથે શોકની લાગણી છવાઈ ગયેલ હતી. આ સમગ્ર ઘટના જે સ્થળે થયેલ હતી ત્યાં સંતરામપુર પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલ હતી અને જ્યાં અકસ્માત થયેલ હતો તે ઘટના સ્થળે ઉમટી પડેલ લોકટોળા ને હટાવી ટ્રાફિક વ્યવસ્થા જે અટવાઈ ગયેલ હતી તેને ચાલુ કરેલ હતી. આ સંદર્ભે સંતરામપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરેલ છે.

Share

Related posts

કડવાલ આંગણવાડી ખાતે હિપેટાઇટીસ ડે ની ઉજવણી અન્વયે હેલ્થ કેમ્પ કરવામાં આવ્યો

gujaratjanekta

અંબાજી તીર્થધામ ખાતે પ્રકૃતિ સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ રૂપે પ્રકૃતિ મિત્ર એવોર્ડ વિતરણ સમારોહમા બારીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના પંચાલ રાજેશકુમાર સુંદરલાલને એવોર્ડ આપવામાં આવ્યો

gujaratjanekta

વિજયાદશમીના પર્વ નિમિત્તે ડૉ. મોહનજી ભાગવતનું ઉદબોધન – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial