Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ખેડુત બનવા માટે સત્તા નો દુરઉયોગ કરનાર પંચમહાલ જિલ્લા ના તત્કાલીન કલેક્ટર એસ.કે લાંગા સામે ગોધરા બી.ડીવીઝણ પોલીસ મથક માં ફળીયાદ

રિપોર્ટર:-મેહફુઝ હસન ગોધરા 

 

પંચમહાલ જિલ્લામાં બોગસ ખેડૂતોને ખેડૂત તરીકે કાયમ રાખવા માટે સત્તાનો દૂરઉપયોગ કરનાર તત્કાલી કલેક્ટર તથા હાલમાં નિવૃત્ત એવા એસ. કે. લાંગા(આઇએએસ)ની સામે પોલીસ ફરિયાદ થઇ છે. બોગસ ખેડૂતોને ખેડૂત બનાવવા માટે એસડીએસ પાસેથી સત્તા લઇને પીક એન્ડ ચુઝ કરવાના મામલે હાલના પંચમહાલ જિલ્લાના અધિક કલેક્ટરે આ ફરિયાદ કરી હોવાનું બહાર આવ્યુ છે.
આ મામલાના ગોધરાના ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર મહિપાલસિંહ દિલીપસિંહ ચુડાસમાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યા અનુસાર જિલ્લાના તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા દ્વારા તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૭ થી ૮ એપ્રિલ ૨૦૧૮ સમયગાળા દરમિયાન ગોધરાના બોગસ ખેડૂતોને ખેડૂત તરીકે કાયમ રાખી સરકારી કાર્યવાહીથી બચાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવા મા આવેલ છે. જેમાં ગોધરાના શિલાબેન ધનરાજ મંગલાણી, રોહિતકુમાર સુંદરલાલ લુહાણાં અને ધનવંતીબેન ચુનીલાલ ધારસીયાણી વગેરે દ્વારા હરાજીની જમીન પોતે ખેડૂત હોવાના બોગસ પુરાવા રજૂ કરી મેળવી હતી. જે તે વખતેના નિયમો પ્રમાણે પોતાનુ નામ ૭(અ)માં દાખલ કરાવ્યુ હતુ. જે બાબતે કૃષિ અને મામલતારમાં દાખલ થયેલા નામ બાબતે રજૂઆતો થઇ હતી.
આ મામલામાં જે તે સમયના કલેકટર જાણતાં હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરી ન હતી. તાત્કાલિન એસડીએમ અને મામલતદાર દ્વારા આ તપાસ ચાલી રહી હતી. એસડીએમ પાસે કુલ ૫૧ અરજીઓ પેન્ડિંગ હતી. સરકારના કાયદાથી એસડીએમ પાસે પેન્ડિંગ રહેલ અરજીઓની તપાસ એસડીએમ પાસે રાખવાની જોગવાઇઓ કરેલી છે. તેમ છતાં આ તપાસ પોતાના હાથ મા લઈ બિનખેડૂત ને ખેડૂત હોવા મામલે સમર્થન આપતો રિપોર્ટ કર્યો હતો. આમ તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા દ્વારા સત્તાનો દૂરઉપગોયક કરીને પિક એન્ડ ચૂઝ પદ્ધતિ અપનાવી હતી. પોતાની મનસ્વી રીતે ખોટા પરિપત્ર કરી જમીનને સરકાર ખાલસા ન કરે તેમજ સરકારી કાર્યવાહીથી બચાવવા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખોટું લખાણ કરી બોગસ ખેડૂતોને લાભ થાય તેવી કાર્યવાહી કરી હતી.
સમગ્ર મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે હાલના અધિક કલેકટર એમ. ડી. ચુડાસમાએ લેખિતમાં પોલીસ ફરિયાદ આપતા પોલીસે તત્કાલીન કલેકટર સામે આઇપીસી કલમ ૨૧૭ અને ૨૧૮ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો પોલીસ દ્વારા સમગ્ર મામલે ડી વાય એસ પી સી.સી. ખટાણાને સમગ્ર મામલાની તપાસ સોંપી છે. ત્યારે હવે પોલીસ આ સમગ્ર પ્રકરણમાં સામેલ તત્કાલીન કલેકટર સહિત આ ગુન્હામાં સામેલ જમીન માલિકોના જવાબો લેવા માટેની તેમજ તત્કાલીન કલેકટરની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
તત્કાલીન કલેક્ટર એસ. કે. લાંગા પંચમહાલ થી બદલી થઇ હતી. જ્યાં તેઓ ગાંધીનગર કલેક્ટર તરીકે ફરજ બજાવ્યા બાદ વય નિવૃત થયા હતા. નિવૃત્ત આઇએએસ અધિકારી સામે પોલીસ ફરિયાદના પગલે ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

Share

Related posts

તળાજાના યુવા ધારાસભ્ય ગૌતમ ચૌહાણનુ મેથળા, વેજોદરી, પીથલપુર ગામે સ્વાગત સન્માન સમારોહનુ આયોજન

Admin

કૃષિમંત્રીશ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં ગોધરા ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરાઇ

gujaratjanekta

PM નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સ્પો ખુલ્લો મુકાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial