Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

કાલોલ તાલુકાની કે.કે વિદ્યામંદિર શાળામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વકૃત્વ સ્પર્ધા યોજાઈ

માન. મંત્રીશ્રી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ શ્રી મુળુભાઇ બેરાના સુચન તથા નાયબ વન સંરક્ષકશ્રી સામાજિક વનિકરણ વિભાગ,ગોધરા ડૉ.મીનલ.ડી.જાનીના માર્ગદર્શન હેઠળ RFO વાય.વી પુવાર વિસ્તરણ રેંજ કાલોલ તથા તેમની કચેરીના સ્ટાફ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજરોજ કે.કે.વિદ્યામંદિર, કાનોડ ખાતે આચાર્યશ્રી મનીષભાઈ તથા તેમના સ્ટાફગણ દ્વારા વન્યજીવો વિષય ઉપર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં ભાગ લીધેલ બાળકો પૈકી સ્પર્ધાને અંતે પ્રથમ – તીરગર નેહાબેન અશ્વિનકુમાર ધોરણ -૯, દ્વિતીય – ચૌહાણ મનીષાબેન રમણસિંહ ધોરણ-૧૦, તૃતીય – ચૌહાણ તૃપ્તિબેન વિજયસિંહ ધોરણ -૧૦ ને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ હતું. આમ સમાજમાં વન્યજીવો પ્રત્યેનો દરેકનો અભિગમ બદલાય, તેમના સંરક્ષણ માટે સમાજ મદદરૂપ થાય તે હેતુ સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Share

Related posts

મહીસાગર જિલ્લામાં આવેલા બહુમાળી કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં ફાયર Noc સહિત નિતિ નિયમોનુ પાલન કરવા આદેશ !!

gujaratjanekta

ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીની અધ્યક્ષતામાં ત્રિ-મંદિર ભામૈયા ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું

gujaratjanekta

ઈરાની સેનાની બેશરમી, મહિલાઓના ચહેરા, સ્તન અને પ્રાઈવેટ પાર્ટ પર મારી રહી છે ગોળી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial