Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

ઝાલોદ સિદ્ધવિનાયક મંદિરના પાટોત્સવ નિમિત્તે 108 લાડુંનો મહાયજ્ઞ કરાયો

પંકજ પંડિત

આજ રોજ તારીખ 19-09-2023 મંગળવારના રોજ ઝાલોદ સિદ્ધવિનાયક મંદિરનો પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે પાંચ વાગ્યે ગણેશજીનું કેંસર સ્નાન, આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સવારે 11 વાગ્યે 108 લાડું સાથે મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો તેની પૂર્ણાહુતિ સાંજે 6 વાગે કરવામાં આવી હતી ત્યારબાદ આરતી કરી સાંજે સાત વાગે અથર્વશિર્ષના પાઠ કરવામાં આવેલ હતા.
ઝાલોદ નગરમાં ગણેશજીનું એકમાત્ર મંદિર સિદ્ધવિનાયક મંદિર અનાજ માર્કેટ ખાતે આવેલું છે. નગરના લોકોમાં આ મંદિર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે નગરજનો મોટા પ્રમાણમાં ગણેશજીની પૂજા અર્ચના કરવા મંદિરે ઉમટી પડેલ હતા. ગણેશ ચતુર્થી થી અનંત ચૌદસ સુધી વિવિધ ધાર્મિક પ્રોગ્રામ મંદિર ખાતે રાખવામાં આવેલ છે.

Share

Related posts

શ્રી મહર્ષિ વિશ્વામિત્ર વૈદિક સંસ્કૃત પાઠશાળા – પાવાગઢ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તથા સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં વિશેષ વ્યક્તિઓનો સન્માન સમારંભ યોજાયો

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા માટે ચૂંટણી માટે વોર્ડનુ સીમાંકન જાહેર થતાં ચૂંટણી લડવા ઉભા રહેનાર ઉમેદવારોના ગણિત ચાલુ

gujaratjanekta

મહારાષ્ટ્ર – દર મહિને ધો.12 પાસને 6,000 અને ગ્રેજ્યુએટને 10,000 આપશે સરકાર – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial