Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

પંચમહાલ જીલ્લા સી-ટીમે સિનિયર સિટિઝનને રાખડી બાંધી રક્ષાબંધનના તહેવારની કરી ઉજવણી

સંકેત પંડ્યા – એડિટર

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી, પંચમહાલ રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષકશ્રી હીમાંશું સોલંકી નાઓએ પંચમહાલ જીલ્લામાં રક્ષાબંધનના તહેવારની હર્ષભેર ઉજવણી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યુ હતુ. જે અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન ગોધરા પોલીસ ઇન્સ્પેકટર શ્રીમતી એસ.બી.બુટીયાના સુચન પ્રમાણે જીલ્લાના તમામ પો.સ્ટે.માં સી- ટીમમાં કામગીરી કરતા અધિકારી તથા મહિલા કર્મચારીનાઓએ ભાઈ બહેનના પાવન પર્વ રક્ષાબંધનના તહેવારની સિનિયર સિટિઝન વ્યક્તિઓને જમણા હાથે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ધામધુમથી ઉજવણી કરી હતી.

કહેવાય છે કે પંચમહાલ જીલ્લાના કુલ- ૧૫ પોલીસ સ્ટેશનમાં સી- ટીમ કાર્યરત છે અને તે ૨૪ કલાક મહિલાઓ, બાળકો અને સિનિયર સિટિઝન વ્યક્તિઓને મદદરૂપ બને છે અને તેથીજ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કરતા આજના આ પર્વને યાદગાર બનાવવા માટે મહિલા સી – ટીમે પંચમહાલ જીલ્લાના વિવિધ વિસ્તારમાં રહેતા કુલ – ૧૬૨ સિનિયર સિટિઝન તથા વૃધ્ધાશ્રમની મુલાકાત લઇ તેઓને રાખડી બાંધી, મીઠાઇ ખવડાવી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ આપી તેઓને મદદરૂપ થઇ માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.

વધુમાં દિવસ રાત પોતાના પરિવારની સાથે સાથે મહિલા પોલિસ પોતાની ફરજ પર હાજર રહી લોકોની સમસ્યાઓને દુર કરવા તત્પર રહે છે અને સી- ટીમની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવે છે. આ હ્રદય સ્પર્શી દ્રશ્ય જોઈ સ્થળ ઉપર ઉપસ્થિત સૌ કોઈ લોકોએ પોલિસની આ કામગીરીને વખાણી હતી.

Share

Related posts

સુઝુકી મોટર્સ ગુજરાત પ્રા..લી. બેચરાજી અમદાવાદ દ્વારા ITI ગોધરા ખાતે અપ્રેન્ટીશ તથા FTC કેમ્પસ ડ્રાઈવ યોજાઈ

gujaratjanekta

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એન્ટી ઈન્કમ્બન્સીને લઈને ચોંકાવનારી વિગતો આવી સામે

Admin

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ ઝાલોદ નગર ભાજપ પરિવારના લોકો દ્વારા ચંદ્રયાન-3 નું સફળ લેન્ડિંગ થતાં રાષ્ટ્રધ્વજ સાથે આતસબાજી કરી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી બાલ હનુમાનજી મંદિરે નગરના લોકો દ્વારા હનુમાનચાલીશાના પાઠ પણ કરવામાં આવ્યા હતા ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ સાથે ભારતે સફળ સિદ્ધિ હાંસલ કરી હતી. સફળ લેન્ડિંગ લાઇવ નિહાળવાનો અનેરો અવસર થકી ઇતિહાસના સાક્ષી સહુ ભારતવાસી બન્યા હતા. જેમ જેમ ચંદ્રયાન-3 ના લેન્ડીંગનો સમય નજીક આવતો હતો તેમ તેમ સમગ્ર ભારતવાસીઓના ધબકારા વધતા જતા હતા. ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગને સમગ્ર ઝાલોદ નગરના લોકોએ પણ લાઇવ નિહાળ્યું હતું. જેવું ચંદ્રયાન-3 લેન્ડ થયું તેમ સહુ નગરના લોકો ટીવીની સામે નાચી ઝૂમી ઉઠયા હતા. આ સફળતા થી દરેક ભારતીયની છાતી ગર્વ થી ફૂલી ગઈ હતી. ચંદ્રયાન-3 ની સફળતા માટે નગરના લોકો દ્વારા બાલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવેલ હતા. ચંદ્રયાન-3 સફળ લેન્ડિંગ થતાંની સાથે ભાજપ પરિવારના સહુ સભ્યોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળતો હતો. ભાજપ પારિવાના સહુ સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજને હાથમાં લહેરાવી વડબજારમાં ભવ્ય આતસબાજી સાથે ભારતમાતાકી જય સાથે વાતાવરણને ગજવી દીધેલ હતું. ઉપસ્થિત સહુ લોકો દ્વારા આ ભવ્ય સફળતાની ઉજવણી એક બીજાને મીઠાઈ ખવડાવી કરેલ હતી. તેમજ ભાજપ પરિવાર દ્વારા ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને દેશને ગર્વ અપાવવા બદલ અભિનંદન આપ્યા હતા. આ ખુશી નગરના દરેક સોશિયલ મીડિયાના ગ્રુપમાં ફરતી થઈ ગઈ હતી અને સમગ્ર નગરના લોકો સોશિયલ મીડિયા દ્વારા એક બીજાને તેમજ ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા જોવા મળતા હતા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial