Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ નું એકદમ મજેદાર, ધમાકેદાર ટ્રેલર થયું મુંબઈ માં લૉન્ચ કરવામાં આવ્યું

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ કે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, અને જે બહુજ જલ્દી રીલિઝ થવાની છે એ ફિલ્મ નું ટ્રેલર 6 ડિસેમ્બર 2022 ના રોજ મુંબઈ ના પીવીઆર આયકન માં રીલિજ થયું.
ટ્રેલર લૉન્ચ વખતે ફિલ્મ ના કલાકાર રત્ના પાઠક શાહ, માનસી પારેખ, દર્શીલ સફારી, વિરાફ પટેલ, ધર્મેંદ્ર ગોહિલ તો હાજર હતા જ, એમની સાથે ફિલ્મ ના નિર્દેશક વિરલ શાહ અને નિર્માતા પાર્થિવ ગોહિલ, મંજરી ફડનવિસ, અનંત દેસાઈ જેવી હસ્તિઓ એ ઉપસ્થિત રહી ને કાર્યક્રમ ની શોભા વધારી. તેમણે દર્શકો ને કચ્છ એક્સપ્રેસ ફિલ્મ પ્રતિ પોતાનો પ્રેમ દર્શાવવા ની અરજ કરી. રસપ્રદ વાત એ છે કે રત્ના પાઠક શાહ પહેલી વાર માનસી પારેખ સાથે ગુજરાતી ફિલ્મ માં કામ કરી રહ્યાં છે.
ટ્રેલર તો છે જ મસ્ત પણ ટ્રેલર જોઈ ને લાગે છે કે ફિલ્મ પણ એક દમ રસપ્રદ ફૈમિલી ડ્રામા છે જેને રત્ના પાઠક શાહ, માનસી પારેખ અને દર્શીલ સફારી મળી ને વધુ રસપ્રદ બનાવશે. જ્યારે તમારું ફૈમિલી તમારા માટે યુનિવર્સ હોય અને તમારો પતિ તમારા માટે આખી દુનિયા હોય અને બધુંજ પરફેક્ટ લાગતુ હોય પણ અચાનક એ બધું એક ભ્રમ જેવુ લાગવા માંડે ત્યારે તમે ક્યા જશો આશ્વાસન મેળવવા? આઆ ફિલ્મ સબંધ, રોમાંસ અને કલા વિષે ની છે. આ ત્રણે માનવિય ભાવનાઓ ની અભિવ્યક્તિ ના મૂળ તત્વ છે. પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા નિર્મિત અને વિરલ શાહ દ્વારા નિર્દેશત આ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ 6 જાન્યુઆરી 2023 ના દિવસ થી સિનેમાઘરો માં પ્રદર્શિત થશે

Share

Related posts

શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ: જામનગર જિલ્લા પંચાયતના કર્મચારી સામે પત્નીએ મારઝૂડની ફરિયાદ નોંધાવતા ચકચાર

Admin

ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાનું બન્યું એકદમ સરળ : RTOના ધક્કા ખાવાની જરૂર નથી, અહીંથી નિકળી જશે-જાણો વધુ

gujaratjanekta

વિશ્વ હિન્ધુ પરિષદ કર્ણાવતી ક્ષેત્ર પરીષદ દ્વારા ગુજરાત રાજ્યનું શિક્ષા વર્ગ દાહોદના ખરેડી ગામ ખાતે યોજાયો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial