Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવકે કર્યો આપઘાત: માતા પિતા ઘેરા શોકમાં

સંકેત પંડ્યા – એડિટર

શહેરમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. લોકો નજીવી બાબતે જીવન થી હારી આપઘાત નો રસ્તો અપનાવી લે છે.ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના યુનીવર્સીટી રોડ પર રહેતા અને બીબીએના કોલેજીયન વિદ્યાર્થીએ સવારે માતાને ” નાસ્તો કરી લીધી કોલેજે જાઉં છું” મેસેજ કરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા શિક્ષક દંપતી શોકમાં ગરકાવ થઇ ગયું છે. બનાવની જાણ થતા જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતકના મોબાઈલમાં રહેલ વોટ્સઅપ મેસેજ આધારે કારણ જાણવા તપાસ હાથ ધરી છે. વિગતો અનુસાર શહેરના યુનીવર્સીટી રોડ પર આવેલ એનફ્લિ ટાવરમાં રહેતા અને કોલેજમાં બીબીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ઓમ મહેતા (ઉ.વ.21) નામના યુવાને પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા યુનીવર્સીટી પોલીસ મથકના ફુલદીપસિહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં ઓમના માતા-પિતા બંને શિક્ષક હોય સવારે તે નોકરીએ ગયા હતા જયારે યુવાને માતાને મેસેજ કર્યો હતો કે મેં નાસ્તો કરી લીધો છે હવે હું કોલેજે જાઉં છું આ મેસેજ કર્યા બાદ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું અનુમાન છે. સાંજે માતા આવ્યા ત્યારે પુત્રને લટકતો જોઈ 108ને જાણ કરતા 108ના સ્ટાફે દોડી જઈ મૃત જાહેર કર્યો હતો તેણે આપઘાત કરતા પહેલા એક ટેગ લખ્યું હતું જેમાં વોટ્સઅપ ચેક કરજો તેવુંજણાવ્યું હોય પોલીસે વોટ્સઅપ ચેક કરતા તેમાં ઇંગ્લીશમાં લખાણ મળ્યું હોય પરંતુ તેમાં આપઘાત સંદર્ભે કોઈ વાત નહિ હોવાનું જાણવા મળ્યું છે છતાં કારણ જાણવા તપાસ હાથ ધરી છે શિક્ષક દંપતીના એકના એક પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી છે.

Share

Related posts

ફતેપુરા વિધાનસભા નો સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો પ્રારંભ,

gujaratjanekta

મોટી સરસણ ગ્રામપંચાયત ખાતે રોગચાળાને જાહેર આમંત્રણ : તંત્ર કુંભકર્ણની નિદ્રામાં

gujaratjanekta

ઝાલોદ નગરમાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય પ્રોગ્રામો સાથે ધૂમધામ રીતે ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial