સંકેત પંડ્યા – એડિટર
વિધાનસભાની ચૂંટણી શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તે માટે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે રાજકોટ રૂરલ એસપી જયપાસિંહ રાઠોડ, મોરબી એસપી રાહુલ ત્રિપાઠી, જામનગર એસપી પ્રેમસુખ ડેલુ, દેવભૂમિ દ્વારકાના એસપી નિતેશ પાંડેય અને સુરેન્દ્રનગર એસપી હરેશ દુધાત સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે બેઠક યોજી હતી અને ચૂંટણી દરમિયાન આચાર સહિતાનો કડક રીતે અમલ કરાવવા અંગે સુચના આપી છે. પાંચેય જિલ્લામાં ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરી તકેદારી રાખવા તેમજ દારૂ અને રોકડની હેરાફેરી અટકાવવા ચેકપોસ્ટ ઉભી કરવી મતદારોને રાજકીય પક્ષો દ્વારા ખોટા પ્રલોભન આપવામાં ન આવે તેમજ સોશ્યલ મિડીયાના માધ્યમથી ખોટી અફવા ન ફેલાવવામાં આવે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી તા.1 ગુરુવાર ના રોજ વિધાનસભા સામાન્ય ચુંટણી 2022 નું પ્રથમ તબક્કાનું મતદાન થનાર હોય જે અન્વયે મતદાનએ આપનો અધિકાર છે. તે આપ નિર્ભિકપણે ઉપયોગ કરી શકો તેવુ વાતાવરણ ઉભુ કરવુએ અમારી ફરજ છે. પોલીસએ ફરજને યોગ્ય રીતે નિભાવશે જેની અમે તમને ખાત્રી આપીએ છીએ. જેથી તમામને નિર્ભિયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે જે અંતર્ગત રાજ્યમાં આગામી તા.1 ગુરુવાર ના રોજ વિધાનસભા સામાન્ય ચુંટણી 2022 નું પ્રથમ તબક્કાનું મતદાન થનાર હોય સાથે ચુંટણી નિષ્પક્ષ અને ન્યાયિક થયાં અને કાયદો વ્યવસ્થા જળવાય તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી સમિક્ષા બેઠકમાં બહારથી આવતી પોલીસ ફોર્સ તથા પેરા મીલીટરી ફોર્સની તમામ પ્રકારની સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને ના.પો.અધિ. મારફતે તેઓને પડતી તમામ મુશ્કેલીઓ અગાઉથી જાણી તેના નિવારણ માટે અગોતરુ આયોજન કરવા જણાવેલ અને સ્થાનિક પોલીસ અને બહારથી આવતી ફોર્સ વચ્ચે ટીમ ભાવના પેદા થાય તેવા દરેક પ્રયત્નો કરવા જણાવવામાં આવેલ. રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં બી.એસ.એફ.ની 4 કંપનીઓ અને સી.આર.પી.એફ.ની 8 કંપનીઓ મળી કુલ-12 કંપનીઓની ફાળવણી કરવામાં આવેલી છે. એફ.એસ.ટી.ની કુલ-59 ટીમો બનાવવામાં આવેલી છે. તેઓ રાઉન્ડ ધ ક્લોક ચુંટણીલક્ષી કામગીરી કરી રહેલા છે.પાંચ જિલ્લાઓમાં કુલ-5770 પોલીસ અધિકારી અને કર્મચારીઓને ચુંટણીલક્ષી તાલીમ આપવામાં આવેલી છે. પાંચ જિલ્લાઓમાં ચુંટણી કુલ-20,060 અટકાયતી પગલાઓ લેવામાં આવેલા છે જેમાં કુલ-127 આરોપીઓ ઉપર પાસા દરખાસ્તો, કુલ-242 આરોપીઓ ઉપર હદપારીની દરખાસ્તો સમાવેશ થયેલો છે. કુલ-20 નાસતા-ફરતા આરોપીઓને અટક કરવામાં આવેલી છે

