Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

છેલ્લા ૧૫ વર્ષથી ધાડના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પકડી પાડતી દાહોદ એસ.ઓ.જી

 સંકેત પંડ્યા – એડિટર

વિધાનસભા ચુંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવાળી થાય તથા ફ્રી એન્ડ ફેયર ચુંટણી થાય તેવા હેતુસર   નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા  પંચમહાલ-ગોધરા, રેન્જ ગોધરા તથા   બલરામ મીણા પોલીસ અધિક્ષક   દાહોદ નાઓએ જીલ્લાના તમામ અધિકારી કર્મચારીઓને વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા કડક સુચના આપવામાં આવી હતી  , જે આધારે એસ.ઓ.જી. શાખા દાહોદ આર.સી.કાનમિયા પોલીસ ઇન્સ્પેકટર પોતાની ટીમ ને સર્તક કરીને એસ.ઓ.જી. શાખાના અધિકારી/કર્મચારીઓને અગામી વિધાનસભા ચુંટણી અનુલક્ષીને વોન્ટેડ આરોપી પકડવા સુચના આપી  માર્ગદર્શન આપ્યું હતું  તે આધારે એસ.ઓ.જી.શાખાના અધિકારી/કર્મચારીઓ આ દિશામાં ખાનગી બાતમીદારો રોકી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ પકડવા સારૂ પ્રયત્નશીલ હતા તે એસઓજી ના  સુનિલભાઇ મથુરભાઇ  ને ચોકકસ ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, વલસાડ જીલ્લાના ધરમપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૦૭/૨૦૦૭ ઇ.પી.કો કલમ ૩૯૫,૩૯૭,૫૧૧ મુજબના કામનો નાસતો ફરતો  , વોન્ટેડ આરોપી  (૧) જશુભાઇ ઉર્ફે ઇશ્વરભાઇ દેવલાભાઇ જાતે જાદવ ( ડામોર)  રહે. નવાનગર, કદવાળ ફળીયું. તા. ધાનપુર જી. દાહોદ નાનો કાંકડખીલા ચેક પોસ્ટ પરથી આજ રોજ પસાર થવાનો છે. તેવી ચોક્કસ બાતમી આધારે કાંકડખીલા ચેક પોસ્ટ પર જરૂરી ટીમ સાથે વોચ રહેલ હતા દરમ્યાન આરોપી આવતા એસ.ઓ.જી.ટીમ દ્વારા પકડેલ છે અને તેના વિરૂધ્ધ આગળની કાર્યવાહી કરવા સારૂ વલસાડ જીલ્લાના ધરમપુર પો.સ્ટે પોલીસ ટીમને જાણ કરવા તજવીજ ધરી હતી  

Share

Related posts

જુનાગઢ મનપાયે ચોક ના નવા નામકરણ નો સર્વાનુમતે કરેલો ઠરાવ બહુમતીના જોરે રદ

gujaratjanekta

આઈ. પી.મીશન સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા બસ સ્ટેશનમા વોલ પેઇન્ટિંગ કરી સ્વચ્છતા અંગે સંદેશો પાઠવ્યો

gujaratjanekta

આજે PM અંબાજીમાં 7200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial