Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ મામલતદાર કચેરીમાં ૭/૧૨ અને ૮/અ ની નકલ મેળવવા આમ જનતાને હાલાકી

પંકજ પંડિત ઝાલોદ

કચેરીનો સંપર્ક કરાતા આખાં ગુજરાતમાં ટેકનિકલ ખામીને લઈ નકલો નથી નીકળતી એવું જાણવા મળ્યુંઝાલોદ મામલતદાર કચેરી ખાતે ૭/૧૨ અને ૮/અ ની નકલ મેળવવા આવનાર જાહેર જનતાને છેલ્લા બાર થી પંદર દિવસથી ભારે હાલાકી ભોગવવી પડી રહેલ છે. ગ્રામીણ વર્ગના લોકો સવારથી મામલતદાર કચેરી ખાતે આ નકલો લેવા આવી જતાં હોય છે. છેલ્લા બાર થી પંદર દિવસ થી સર્વરમાં ટેકનિકલ ખામીને લીધે આખાં ગુજરાતમાં આ સમસ્યા છે તેવું અહીં તપાસ કરતા માલુમ પડેલ છે. પણ જો જવાબદાર અધિકારી તંત્રનો સંપર્ક સાધી ટેકનિકલ ખામી ક્યારે દૂર થશે એની જો ચોક્કસ તારીખ જાહેર નોટિસમાં મૂકી દે તો આવનાર ગ્રામીણ પ્રજાને પોતાની મજૂરીના રૂપિયા વ્યર્થ બગાડવા ન પડે. આ અંગે તાત્કાલિક જવાબદાર તંત્ર આ અંગે ધ્યાન આપે તો ગ્રામીણ વિસ્તાર માંથી આવતી ગરીબ પ્રજાના રૂપિયા ન બગડે.

Share

Related posts

લીમડી ગામમાં હિન્દુ સમાજ દ્વારા શ્રાવણ મહિનાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો

gujaratjanekta

ઝાલોદ નગરમાં સાઈ મંદિર ખાતે વાલ્મીકિ સમાજ દ્વારા વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે એસઆરઆઈની સુંદર કામગીરી કરનાર બીએલઓનું શાળ ઓઢાડીને સન્માન કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial