Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ વિધાનસભા બેઠક પર બીજેપીના ઉમેદવાર ની જાહેરાતની સાથે જ ભાજપમાં ભડકો થયો

 સંકેત પંડ્યા – એડિટર

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ દાહોદ વિધાનસભા બેઠક પર બીજેપીના ઉમેદવાર ની જાહેરાતની સાથે જ ભાજપમાં ભડકો થયો છે ભાજપના જ હોદ્દેદારને ટિકિટ ન મળતા પક્ષ સામે બળવો કરી અપક્ષમાં દાવેદારી નોંધાવતા ફૂલ ગુલાબી ઠંડીમાં દાહોદના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે જોકે ભાજપના હોદ્દેદારે અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા પક્ષના હોદ્દેદારો તેમજ ઉમેદવારના સમર્થકો દ્વારા ફોર્મ પાછું ખેંચી લેવા માટે સમજાવટ કરી હતી ત્યારે દિવસ દરમિયાન પક્ષ અને અપક્ષના ઉમેદવારો વચ્ચે રિસામણા મનાવવાના દ્રશ્યો પણ સર્જાયા હતા

ગુજરાત 2022 વિધાનસભાની ચૂંટણીનો સંગ્રામ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ટિકિટોની ફાળવણી બાદ અ સંતોષતો દ્વારા પાટલી બદલવાની મોસમ પુર બહારમાં ખીલી છે ત્યારે આદિવાસી બાહુલય ધરાવતા દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 132 વિધાનસભા બેઠક ઉપર બીજેપીએ કનૈયાલાલ કિશોરીને ટિકિટ ફાળવતા ટિકિટના અન્ય દાવેદારોનાં સ્વપ્નો રોળાતા ટીકીટ વાછુંકો નારાજ થઈ પક્ષ સામે બળવો પોકરવાના મૂડમાં આવી ગયા છે કેટલાક નારાજ કાર્યકર્તાઓ અંદર ખાને પક્ષને નુકશાન કરવાની ગોઠવણમાં જોતરાઈ ગયા છે તો કેટલાક પક્ષ સામે ખુલ્લે આમ બળવો કરી લડી લેવાના મૂડમાં આવી ગયા છે ત્યારે આવાજ એક જિલ્લાના સંગઠનમાં આદિજાતિ મંત્રી તરીકે કાર્યરત પૂનમ નિનામાએ અપક્ષમાં દાવેદારી નોંધાવતા દાહોદના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવા તેમજ ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાવાની હોય ઉમેદવારોના સમર્થકો દ્રારા અપક્ષ માં દારોદારી નોંધાવનાર પૂનમ નીનામાને સમજાવટ કરવામાં આવી હતી અને તેઓએ ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી હતી
Share

Related posts

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર શુભેચ્છા આપવામાં આવી

gujaratjanekta

વડોદરામાં પરીવારની સામૂહીક આત્મહત્યા, પતિ પત્ની બાળકને મારી ખૂદ મરી ગયા, દિવાલ પર લખ્યું કારણ

Admin

બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં ભિક્ષુકો આંકડા અને જુગાર રમતા સોશિયલ મીડિયામાં ફોટા થયા વાયરલ : પોલીસ કેમ અજાણ ? – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial