Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

અમદાવાદ : એસ.જી હાઇવે આગામી ત્રણ દિવસ સુધી આંશિક બંધ રહેશે

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતના પાટનગર ખાતે જુદી જુદી જગ્યાએ 36મી રાષ્ટ્રીય રમત રમાઈ રહી છે જેના ભાગરૂપે આજથી ત્રણ દિવસ એટલે કે 9મી તારીખ સુધી ઇન્દ્રોડા સર્કલથી ખોરજ કન્ટેનર સુધી સાઇકલ રેસનું આયોજન કરવામાં આવ્યું છે જેને પગલે આ રોડ આંશિક બંધ કરી દેવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસ સુધી સવારના 5 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ગાંધીનગર સરખેજ જવા તરફનો રોડ બંધ રાખવામાં આવશે.

આ ત્રણ દિવસ દરમિયાન સવારે પાંચ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ચ-0 થી ખારેજ સુધી મેઈન રોડ ઉપરાંત ચ-0, ઇન્દ્રોડા સર્કલથી ઘ-0 સુધીનો સર્વિસ રોડ પણ બંધ રાખવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના એડિશનલ કલેકટરે દ્વારા આ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસ દરમિયાન ઇન્દ્રોડા સર્કલથી શાહપુર સર્કલથી જમણી બાજુ વળી રિલાયન્સ સર્કલ થઇ ખ-0 થી ડાબી બાજુ વળી સર્વિસ રોડ પરથી ઉવારસદ બ્રિજ નીચેથી ડાબી બાજુ વળી બાલાપીર ચોકડીથી સીધા ઝુંડાલ સર્કલથી જમણી બાજુ વળી એસ.પી રિંગ રોડ થઈ વૈષ્વદેવી સર્કલ તરફ રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

Share

Related posts

ઝાલોદ તાલુકા કક્ષાનો પ્રાથમિક વિભાગનો કલા મહાકુંભ 2025 26 સ્પર્ધા કાળીમહુડી પ્રાથમિક શાળા ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો.

gujaratjanekta

મહીસાગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓનો અશ્રુભીની આંખે વિદાય-સત્કાર સમારંભ યોજાયો – જાણો વધુ

gujaratjanekta

એવું તો શું થયું કે પાટીલની થઇ ધરપકડ ? ચુંટણી વચ્ચે ભાજપ માટે ચિંતા વધી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial