Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બીટીપી અને ભાજપ નું ગઠબંધન થાય તેવી શક્યતા, મહેશ વસાવા અને છોટુ વસાવા આમને સામને

 સંકેત પંડ્યા – એડિટર

સંભાવના-BTP-BJP નું શુ થવા જઇ રહ્યું છે ગઠબંધન..?-મહેશ વસાવા અને છોટુ વસાવા આમને સામને થતા ચર્ચાઓએ જોર પકડ્યું…!!

ગુજરાતવિધાનસભાની ચૂંટણીઓને ગણતરીના દિવસો બાકી રહ્યા છે,રાજકીયપાર્ટીઓ તરફ થી પોતાના ઉમેદવારની જાહેરાતો થઇ રહી છે,તેવામાં ભરૂચ-નર્મદા જિલ્લાના રાજકીય માહોલ માં સતત ટ્વીસ્ટ આવતા જોવા મળી રહ્યા છે,ખાસ કરી ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક અને નર્મદા જિલ્લાની વિધાનસભા બેઠકો ઉપર રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે,જ્યાં ખુદ હવે બીટીપી ના ગઢ સમાન બેઠકો પર પિતા-પુત્ર સામ સામે નિવેદનોમાં ઉતરી આવ્યા હોય તેમ બની રહ્યું છે,

ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સંયોજક છોટુ ભાઈ વસાવાએ ગત રોજ પત્રકાર પરિસદ યોજી જે.ડી.યુ સાથે ગઠબંધન અંગેની માહિતી વહેતી કરી હતી,છોટુ વસાવા ના નિવેદન આપ્યા ને ગણતરિના કલાકો માં જ બીટીપી ના અધ્યક્ષ અને છોટુ વસાવા ના પુત્ર મહેશ વસાવાએ ગઠબંધનની વાત નકારી કાઢી હતી તેમજ તેઓ સાથે ગઠબંધન અંગે કોઈ વાત ન થઇ હોય અને આખો નિર્ણય છોટુ ભાઈ વસાવા નો વ્યક્તિગત ગણાવ્યો હતો,આમ પિતા-પુત્ર ગણતરીના કલાકોમાં આમને સામને આવતા દેખાતા રાજકિય માહોલ ગરમાયો છે,

મહત્વની બાબત છે કે તાલુકા અને જિલ્લા પંચાયતો માં બીટીપી ના ખરાબ પ્રદશન બાદ થી ઝઘડિયા વિધાનસભા બેઠક જીતવા માટે ભાજપે કમરકસી છે,તો બીટીપી પણ આ વખત ની ચૂંટણીમાં રાજકીય ગણિત ને સેટ કરવાની મથામણ માં લાગી હોય તેમ લાગી રહ્યું છે,કોંગ્રેસ સાથે બીટીપી ના ગઠબંધન અંગેની કોઈ અટકળો દેખાતી નથીઃતો આપ સાથે પણ ગઠબંધન થયું જ ન હતું તેવું નિવેદન છોટુ વસાવાએ ભૂતકાળમાં આપ્યા છે,તેવામાં હવે મહેશ વસાવા અને છોટુ વસાવા એકા એક આમને સામને આવ્યા હોય ત્યાર બાદ થી ચર્ચાઓએ જોર પકડ્યું છે,

બીટીપી દ્વારા તાજેતર માંજ પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા તેમાં પણ ખાસ કરી ચોંકાવનારી બાબત એ હતી કે મહેશ વસાવા અને છોટુ વસાવા ના નામો ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ન હતા,તેવા માં હવે અટકળો વધુ તે જ બની છે કે મહેશ વસાવા થકી ભાજપ-બીટીપી ગઠબંધન કરી શકે છે,તેમજ જેડીયું ના સિમ્બોલ ઉપર છોટુ વસાવા ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે,

જોકે હાલ માં સર્જાયેલ ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર ના રાજકીય માહોલ ઉપર થી આ તમામ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે,છેલ્લા ૨૪ કલાક માં ઝઘડિયા બેઠક પરનું રાજકિય માહોલ ચરમસીમાએ છે તો બીજી તરફ માહોલ ને પારખી ગયેલા સાંસદ મનસુખ વસાવાએ પણ ગઈ કાલે ઝઘડિયા,વાલિયા,નેત્રંગ તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે એક મિટિંગ યોજી લીધી હતી અને પાર્ટી આ વખતે નારાજ નહિ કરે તેમજ જે ઉમેદવારો ના નામ નિરીક્ષકો સમક્ષ કાર્યકરોએ સેન્સ પક્રિયા દરમિયાન આપ્યા છે તેમાં થી જ પાર્ટી નામ જાહેર કરે તેવા નિવેદનો આપી પાર્ટી સમક્ષ બાયો ચઢાવી છે,

હાલ મહેશ વસાવા અને ભાજપ વચ્ચે ગઠબંધન થાય તેવી બાબતો વર્તમાન રાજકીય સ્થિતિ વચ્ચે માત્ર ચર્ચાઈ રહી છે,જોકે તેને સત્તાવાર સમર્થન મળે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાડી શકે તેમ છે,પરન્તુ ઝઘડિયા વિધાનસભા અને આદિવાસી બેઠકો પર મોટી રાજકીય ખીચડી રંધાઈ રહી હોય તે બાબતો ન કારી શકાય તેમ નથીઃ…!!

Share

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં અમિત શાહનો ગઢ નારણપુરા વિધાનસભા બેઠક પર ભાજપનું પ્રભુત્વ બનેલું જ રહેશે કે નહીં !

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ચણાસર મુકામે અચાનક એક મકાનને આગ લાગતા 279000 નુકશાન

gujaratjanekta

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસ અને ગણેશ પંડાલ પ્રતિયોગીતા માટે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial