Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભારતની સૌથી મોટી વિજ્ઞાન પ્રતિભા શોધ સ્પર્ધા વિદ્યાર્થી વિજ્ઞાન મંથનનો કેમ્પ અમદાવાદ ખાતે યોજાયો

ભારતની સૌથી મોટી વિજ્ઞાન પ્રતિભા શોધ સ્પર્ધા વિદ્યાર્થી વિજ્ઞાન મંથન 22-23 માં આ વર્ષે ગુજરાતના 4000 અને દેશના 130,000 વિદ્યાર્થીઓ જોડાયા છે. જિલ્લા રાજ્ય રાષ્ટ્રકક્ષાએ યોજાતી આ સ્પર્ધા અંતર્ગત ગુજરાત રાજ્ય લેવલ કેમ્પનું આયોજન વિદ્યાનગર હાઇસ્કુલ અમદાવાદ ખાતે થયું હતું.

જેમાં સમગ્ર ગુજરાત માંથી ધો 6 થી 11. ના પ્રથમ 20વિદ્યાર્થી પસંદ થયેલ 124 વિદ્યાર્થીઓ માટે લેખિત/ પ્રાયોગિક સ્પર્ધા યોજાઈ હતી તેમાંથી 18 વિજેતાઓને રુ 5 000/ 3000 /2000 પુરસ્કાર ટ્રોફી, અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.આ પ્રસંગે મહેમાન તરીકે,હિતેશ જૈન, ડો. ઉદય ત્રિવેદી, ડો.નીરજ સિંઘ, ડો. પારસ ઉંચાડ, યજમાન શાળાના આચાર્ય અક્ષય મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ઈસરોના વૈજ્ઞાનિક અંકિત શર્મા, ડો. માધવીબેન જોશી ડો.ભાવિન પારેખ, ડો. સ્નેહલ બગથરિયા અને અન્ય વૈજ્ઞાનિકો દ્વારા વિદ્યાર્થીઓ વાલીઓ માટે વાર્તાલાપ.નું આયોજન થયું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંકલન જીગ્નેશભાઈ બોરીસાગર, પંકજભાઈ દરજી, મનસુખભાઈ નારીયા અને દર્શનભાઈ મહેતાએ કર્યું હતું.
હિરેન રાજ્યગુરુ, વિધિ પટેલે સહયોગ આપ્યો હતો.
અને માર્ગદર્શન ચૈતન્ય જોશી, વિદ્યાધર વૈદ અને પ્રશાંતભાઈ કુંજડીયાએ પુરુ પાડયું હતું.

રાજ્ય સ્તરે દરેક ધોરણના વિજેતા વિદ્યાર્થીઓ માંથી પ્રથમ અને દ્વિતીય નંબર કુલ બાર(12) વિધાર્થીઓ હવે ત્રિવેન્દ્રમ ખાતે રાષ્ટ્ર કક્ષાએ યોજાનાર કેમ્પમાં સહભાગી થશે.
તમામ વિજેતા વિયાર્થીઓને આગામી રાષ્ટ્ર લેવલ ની સ્પર્ધા માટે વિજ્ઞાન ગુર્જરી ના તમામ હોદેદરશ્રીઑ તરફ થી શુભેચ્છા વ્યક્ત કરી સફળતા મેળવી ગુજરાત નું નામ રોશન કરે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવેલ.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમા નેશનલ કોરીડોરના નુકસાનની માંગણી પુરી ન થતાં ખેડૂતોની આંદોલન કરવાની ચીમકી

gujaratjanekta

૯ મી ઓગષ્ટના રોજ પંચમહાલના મોરા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે

gujaratjanekta

ઝાલોદ એસ.ટી બસ સ્ટેશન ખાતે હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial