Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ મામલતદાર ઓફિસ ખાતે મતદાન જાગૃતિ અને વધુ મતદાન થાય તે હેતુ થી રેલી નું આયોજન કરવામાં આવ્યું.

કિશોર સિંહ સોલંકી.

તારીખ 22/04/2024 ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ અંતર્ગત અત્રેની ૧૩૨–દાહોદ (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં મતદારોને મતદાન અંગે જાગૃતિ વધે અને વધુ મતદાન થાય તે હેતુથી રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
સમગ્ર દાહોદ જિલ્લો જયારે આવનાર લોકસભા ચૂંટણીને લઈને સમગ્ર તૈયારી સાથે ઉત્સુક તેમજ આતુર છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ તમામ મતદારો મતદાન અચૂકપણે આપે તેમજ આ રાષ્ટ્રીય પર્વમાં પોતાનો મહત્વનો ફાળો આપે એ હેતુસર સ્વીપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આ રેલી દાહોદ મામલતદાર ઓફિસથી નગરપાલિકા અને નગરપાલિકા થી પડાવ રોડ થી નગરપાલિકા ઓફિસ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી અંતે નગરપાલિકા ચોક ખાતે સપથ લેવડાવવામાં આવ્યા હતા આયોજન વધુ મતદાન વધુ પ્રમાણમાં થાય માટે બેનર્સ સાથે મતદાન માટે મતદારો ને જોડાવવા અપીલ કરવામાં આવી હતી. આ રેલીમાં દાહોદ મામલતદારશ્રી મનોજ મિશ્રા સાહેબ, દાહોદ મામલતદાર ઓફિસનો સ્ટાફ,દાહોદ પ્રાંત ઓફિસનો સ્ટાફ પુરવઠા ઓફિસના સ્ટાફ અને સરકારી દુકાનદારો હાજર રહ્યા હતા.

Share

Related posts

વિરપુર તાલુકાના ગંધારી ગામ નજીકની સુજલામ સુફલામ્ કેનાલમાંથી પુરૂષનો મૃતદેહ મળ્યો : પોલીસે તપાસ હાથ ધરી

gujaratjanekta

બોડેલીમાં ઠગબાજોએ નકલી સરકારી ઓફિસ તૈયાર કરી અને ગ્રાન્ટ પણ પાસ કરાવી દીધી !!

gujaratjanekta

દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળાની આકસ્મીક મુલાકાત લઇ સમીક્ષા કરતા જિલ્લા કલેકટર શ્રી યોગેશ નીરગુડે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial