Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભૂજમાં વડાપ્રધાનના રોડ-શોમાં આવતા ઝુંપડા ઢાંકવામાં મ્યુનિસિપલ તંત્ર માહેર !-જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

ભારત એ ગરીબોનો દેશ છે. આપણા દેશના મોટાભાગના લોકો ગરીબ અથવા મધ્યમવર્ગીય પરિવારો માંથી આવે છે. તે આપણે સૌ જાણીએ છીએ. ત્યારે ભૂજનું મ્યુનિસિપલ તંત્ર દેશના વડાથી ભૂજના ગરીબોને જ ઢાંકી રહ્યું છે. વડાપ્રધાન મોદી હમણાં બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેઓ ભૂજની મુલાકાતે પણ આવી રહ્યા છે. વડાપ્રધાનની ભૂજ મુલાકાત પહેલા વહિવટી તંત્રે તાત્કાલિક ધોરણે સફાઈ, રોડ રિપેરીંગ, ઢોર પકડવાના સહિત અનેક કામો રાતે ઉજાગરા કરીને પણ કરી રહ્યું છે. તે જોતા શહેરીજનો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભૂજ RTO સર્કલ પાસે રોડ ડિવાઈડરની દિવાલ ઘણાં સમયથી નહોતી. તેને પણ રાતોરાત ઉભી કરી દેવામાં આવી.

ભૂજના RTO સર્કલ પાસેનો રોડ વડાપ્રધાનના રોડ શો વચ્ચે આવતો હોઈ ત્યાંના ઝૂંપડપટ્ટી વિસ્તારને પડદાથી ઢાંકી દેવામાં આવ્યો. જેથી ત્યાંની ગરીબ પ્રજા, ખુલ્લામાં શૌચક્રીયા કરતા લોકો, ગંદકી, કુવ્યવસ્થા, કાદવ પર વડાપ્રધાનની નજર ન જાય. અમદાવાદમાં જ્યારે અમેરિકાના વડા ટ્રમ્પ આવેલા તે વખતે પણ આ જ રીતે રોડની સાઈડો પર આવેલા ઝૂંપડાને ઢાંકી દેવામાં આવ્યા હતા. ત્યારે પણ ભાજપના તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા હતા. અત્યારે પણ ભાજપના મ્યુનિસિપલ તંત્ર પર ભુજના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે મોદી તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૩ ટર્મ સુધી રહી ચૂક્યા છે. ગુજરાતની સ્થિતિની સારી રીતે ભલીભાતી જાણે છે. તો એમનાથી આ રીતે ગરીબોની સ્થિતિ છુપાવવાનો શું અર્થ છે? ભુજના લોકોને નવાઈ તો એ લાગે છે કે આજદિન સુધી કચેરીઓના ચક્કરક ખાઈને પણ જે સ્વચ્છતાનું કામ ભુજના લોકો ના કરી શક્યા તે દેશના વડાપ્રધાનના મોદીના એક વખતની મુલાકાતથી તાત્કાલિક થઈ ગયુ.

Share

Related posts

ફતેપુરા તાલુકાના એક ગામની ત્રણ સંતાનોની માતા ને 50 વર્ષીય કાકા સસરા સાથે આંખ મળી જતા ઘર છોડી ભાગી છુટ્યા ભાગેડુ યુવતીને ત્રણ સગીર સંતાનો છે,જ્યારે પુરુષને છ સંતાનો પરણીત છે

gujaratjanekta

ગોધરા ખાતે સહકાર ભારતી દ્વારા ત્રિ-જિલ્લા ક્રેડિટ સોસાયટીઓનો ભવ્ય સેમિનાર યોજાયો

gujaratjanekta

ફતેપુરા તાલુકાના જવેસી ગામે કડાણા થી દાહોદ જતી પાણીની પાઇપલાઇન માંથી વેડફાતા પાણીના કારણે નિરાધાર વિધવા મહિલાનાં ખેતરો બિનખેતી બન્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial