Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સાસરીયાના ત્રાસથી કંટાળી પરણીતાએ ૩ વર્ષના બાળક સાથે કર્યો આપઘાત – જાણો વધુ

સાહીલ શેખ – પત્રકાર

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના નાના અંબેલા ગામમાં પતિના ત્રાસથી પોતાના ૩ વર્ષના બાળક સાથે માતાએ કુવામાં જંપ લાવતા વાયુવેગે આ વાતની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે પરણીતાને વારંવાર સાસરીયા પક્ષ દ્વારા તને જમવાનું બનાવતા આવડતું નથી, કામ કરતાં આવડતું નથી જેવી નાની નાની બાબતોને લઈને સાસુ, સસરા, નણંદ અને પતિના ત્રાસથી પોતાના માસુમ ત્રણ વર્ષના બાળક સાથે પરણીતાએ કુવામાં પડી આપઘાત કર્યાનુ જાણવા મળેલ છે. સંતરામપુર તાલુકાના નાના અંબેલા ગામે ખેરવા ગામની દીકરી ના લગ્ન નાના અંબેલા ગામે કરવામાં આવેલા હતા.

જેમાં પરણીતાનો સિદ્ધાંર્થ નામે બાળક પણ હતો પરંતુ પરણીતાના સાસરીના સાસુ – સસરા, પતિ અને નણંદ કામ બાબતે તેમજ જમવાનું બનાવતા આવડતું નથી તેમ કહી અવાર નવાર માનસિક રીતે હેરાન કરી નીચુ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. છેલ્લા ઘણા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો અને માર જુડ પણ કરતો હતો. સાસરીયા ના ત્રાસથી કંટાળી પરણીતા ત્રણ દિવસથી ગુમ થયેલી હતી. ૩ દિવસ બાદ તેમના ઘરની પાસેના તેમના જ કૂવામાંથી પરણીતાનો અને ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ સંતરામપુર પોલીસ સ્ટેશન ને થઈ હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને કુવામાંથી માતા અને પુત્રનું મૃતદેહ બહાર કાઢી સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ PM કરવા માટે મોકલી આપ્યુ હતું. તેમના ઘરેથી તેના પતિની અટકાયત કરવામાં આવી હતી. આવી ઘટના બનતા નાના અંબેલા ગામે માતમ છવાઈ ગયો હતો. સંતરામપુર પોલીસે આરોપી સંજયભાઈ મોગજીભાઈ ડામોર, મોગજીભાઈ ભૂંડાભાઈ ડામોર, સોમલીબેન મોઘજીભાઈ ડામોર, સુરેખાબેન મોગજીભાઈ ડામોર નામના ચારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી એસ.એલ. કલાસવા (PSI) તથા પોલીસ સ્ટાફે આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

Share

Related posts

ગુજરાત રાજ્યના ગાંધીનગર મુકામે મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રી શ્રી રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ કૃષિ લક્ષી લાભોનો લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

ફતેપુરા તાલુકાના મોટાસરણૈયા થી રાજસ્થાન કતલખાને જતી બાર ભેસો ગૌરક્ષક સમિતિએઝડપી

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા ટ્રાફિક નિયમન હેઠળ નગરના વિવિધ વિસ્તારોના દબાણો દૂર કરાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial