Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પાનમ યોજના વર્તુળમાં ફરજ બજાવતા રોજમદારનું અવસાન થતા વારસ પત્નીને સહાય, લાભો ચૂકવવા નામદાર ગુજરાત હાઇકોર્ટનો આદેશ

સંકેત પંડ્યા – એડિટર

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેની પાનમ યોજના વર્તુળ ના તાબા હેઠળની કચેરી માં વર્ષોથી રોજમદાર તરીકે ફરજ બજાવતા બાબરભાઈ મનસુખભાઈ વસાવાનું નિવૃત્તિનો સમયગાળો પૂર્ણ થતા પહેલા ચાલુ નોકરી દરમિયાન એકાએક રોજમદાર અરજદારનું અવસાન થયેલ નિવૃત થવાનો સમય ગાળાનો બાકી હોવાથી સ્વર્ગસ્થ બાબરભાઈ મનસુખભાઈ વસાવા ના વારસોને સરકારશ્રીના તારીખ ૫/૭/૧૧ ના પરિપત્ર મુજબ મૃત્યુ સહાય ચૂકવવાની જોગવાઈઓ હોવા છતાં પાનમ યોજના વર્તુળ દ્વારા સ્વર્ગસ્થના વારસપતની સુરજબેન વસાવા ને આ લાભથી વંચિત રાખે સ્વર્ગસ્થ વારસે આ બાબતે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ.ભોઈ ને મળી પાનમ યોજના ના લાગતા અધિકારીઓને સરકારશ્રીના તારીખ ૫/૭/૧૧ ના પરિપત્ર મુજબ બાકી રહેતી નોકરીનો સળંગ ગાળો ગણી પરિપત્રના જણાવેલ મૃત્યુ સહાયના લાભો આપવા માટે નોટિસ પાઠવી પરંતુ સમય મર્યાદામાં સ્વર્ગસ્થ બાબરભાઈ વસાવાના વારસ પત્ની ને મૃત્યુ સહાય નો કોઈ લાભ આપવામાં આવેલ ન હતો જેને લઈ સ્વર્ગસ્થના વારસ પત્ની એ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન મારફતે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સરકાર શ્રી ના તારીખ ૫/૭/૧૧ ના પરિપત્રના લાભો મેળવવા માટે દિપક આર દવે દ્વારા એસ સી એ નંબર ૬૭૮૧/૨૧ દાખલ કરે જે અરજી ચાલી જતા કેસમાં પડેલા પુરાવા આધારિત એડવોકેટ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવેલ. જે દલીલોને ધ્યાને લઇ નામદાર ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવે તારીખ ૧૮/૮/૨૨ ના રોજ આખરી હુકમ કરતા ગુજરનારના વારસ પત્ની સુરજબેન બી. વસાવા ને સરકારશ્રીના તારીખ ૫/૭/૧૧ ના પરિપત્ર મુજબ ના લાભો આપવાનો આખરી આદેશ કરતા સ્વર્ગસ્થ ના પરિવાર માં આનંદની લાગણી પ્રસરી છે.

 

 

Share

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં અમિત શાહનો ગઢ નારણપુરા વિધાનસભા બેઠક પર ભાજપનું પ્રભુત્વ બનેલું જ રહેશે કે નહીં !

gujaratjanekta

હોસ્પિટલ વડોદરામાં શ્વાસ લેવામાં ગંભીર તકલીફ સાથે 58 વર્ષનો એક પુરુષ દર્દી આવ્યો

gujaratjanekta

ઝાલોદ ભાજપ મહિલા મોરચા દ્વારા લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ લોસભામાં પાસ થતા ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial