Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાતમાં તલાટી કમ મંત્રીઓની હડતાળનો આખરે અંત – સરકારે 5માંથી 4 માંગણી સ્વીકારી- જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત રાજ્યના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગણીઑને લઈને લાંબા સમયની હડતાળના માર્ગે વળ્યા હતા જેને લઈને ગ્રામીણ કક્ષાએ કામગીરી અસ્તવ્યસ્ત બની હતી. ત્યારબાદ રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગ સંતોષવાની બાંહેધરી આપતા આ હડતાળનો સુખદ અંત આવ્યો છે.

એક માંગણી માટે સરકારે કરી વિશેષ કમિટિની રચના
રાજ્યના તલાટી કમ મંત્રીઓની હડતાળનો આખરે અંત આવ્યો છે, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની બાંહેધરી આપતા હડતાળ સમેટાઈ ગઇ છે.  સરકાર દ્વારા 5માંથી 4 માંગણી સ્વીકારતા હાલ હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી. વધુમાં એક માંગણી માટે સરકારે કરી વિશેષ કમિટિની રચના કરવા જણાવાયું છે. ત્યારબાદ કમિટના રિપોર્ટ બાદ આગામી સરકાર નિર્ણય દ્વારા લેવામાં આવશે.

02 ઓગષ્ટથી પડતર માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યા હતા તલાટીઓ

રાજ્યના તલાટીઓ 02 ઓગષ્ટ થી પડતર માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યા હતા. આ હડતાળમાં  વડોદરા, રાજકોટ સહીત રાજ્યભરના તલાટીએ ટેકો જાહેર કરતા રાજ્યના ગ્રામ પંચાયતોનો વહીવટ ખોરવાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ હડતાળમાં સમગ્ર રાજ્યના 8 હજાર 500 તલાટીઓ જોડાયા હતા. જેથી રાજ્યના 18 હજાર 700 ગામમાં હડતાળની અસર થઇ હતી. હવે જોવાનું એ રહ્યું કે સરકારે વચન તો આપ્યું પણ નિભાવશે કે નહી ??

Share

Related posts

ઝાલોદ પોલીસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ નાઓની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે એકતા દોડનુ સુંદર આયોજન કર્યું

gujaratjanekta

આઇસીડીએસ શાખા અંતર્ગત ઝાલોદ ઘટક ૧ ના ઘટક કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

📰પ્રથમ ગુજરાતી અખબાર “મુંબઈ સમાચાર ” ના ૨૦૦ વર્ષ પુર્ણ 📰: જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial