Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના નવનિયુક્ત સરપંચોએ પૂર્વ સાંસદ બાબુ કટારા અને પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારાની મુલાકાત લીધી

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાનાતમામ ચૂંટાયેલ નવ નિયુક્ત સરપંચોને સાંસદ અને ધારાસભ્ય દ્વારા શુભેચ્છાઓ પાઠવીઝાલોદ તાલુકામાં હાલમાં જ 72 સરપંચ પદ માટે જાહેરનામું પડેલ તે પૈકી 12 સરપંચો બિન હરીફ વિજેતા થયેલ અને 60 ગ્રામ પંચાયતોમા સરપંચ પદ માટે ચૂંટણી યોજાયેલ હતી. ગ્રામ પંચાયતના ચૂંટાયેલ સરપંચો દ્વારા અલગ અલગ રાજકીય આગેવાનોને મળી નવિન જવાબદારી સારી રીતે નિભાવે તે માટે મુલાકાત કરી રહેલ છે. દાહોદ જિલ્લાના પૂર્વ સાંસદ બાબુ કટારા અને પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારાની મુલાકાતતેઓના કાર્યાલય ખાતે નવીન ચૂંટાયેલ સરપંચોએ લીધી હતી.આવેલ તમામ સરપંચોને પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય દ્વારા શુભકામનાઓ પાઠવી હતી અને તેઓનો કાર્યકાળ સુંદર આયોજનબદ્ધ કામગીરી થી સફળતા મેળવે તે માટે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ચૂંટાયેલ નવ નિયુક્ત સરપંચો દ્વારા અલગ અલગ કામગીરી તેમજ ગ્રામીણ સમસ્યાઓ પર ચર્ચા કરી હતી. તમામ નવ નિયુક્ત સરપંચોને મોઢું મીઠું કરાવી તેઓને અભિનંદન પાઠવી નવા કાર્યકાળમા પ્રેરણારૂપિ સુંદર કામગીરી કરે તે માટે સૂચન પણ કરેલ હતું.

Share

Related posts

ભાજપના ઈશારે પોલીસે કરી ગોપાલ ઈટાલીયાની અટકાયત,ઈશુદાન ગઢવીએ લગાવ્યો ગંભીર આરોપ

Admin

બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર “તૈયારી જીત કી

gujaratjanekta

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ સરકારી આઈ. ટી. આઈ જેસાવાડા તા.ગરબાડા ખાતે યોગ સંવાદનુ આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial