Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખ C.R પાટીલને ટૂંક સમયમાં હટાવવામાં આવશે

સંકેત પંડ્યા – એડિટર

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય નેતાઓ કામે લાગ્યા છે. સત્તા પક્ષ ભાજપ સામે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે. જેથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં ગુજરાત પ્રવાસ પણ વધ્યા છે. ગુજરાતની પ્રજાને નવી-નવી ગેરંટી આપીને ભાજપ ડરી રહી હોવાનો દાવો કરતા કેજરીવાલ હાલ ગુજરાતમાં છે. આ વચ્ચે એક ટ્વીટ કરીને સૌને ચોંકાવ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે રાજ્યમાં આમ આદમી પાર્ટી (AAP) ઝડપથી આગળ વધી રહી છે. તેમણે આજે એક ટ્વીટ કરીને ખળભળાટ મચાવ્યો છે. કેજરીવાલે ટ્વીટમાં કહ્યુ છે કે ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ખરાબ રીતે ડરી ગઇ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટૂંક સમયમાં હટાવવામાં આવશે. શું ભાજપ આટલી ડરેલી છે ?

આ પહેલી વખત નથી કે કેજરીવાલે ભાજપ ડરી ગઇ હોય તેવો દાવો કર્યો હોય. આ પહેલા પણ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે ભાજપ ગભરાઈ ગયું છે. શું એ વાત સાચી છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અમિત શાહને સી.એમ ના ચહેરા તરીકે જાહેર કરવા જઈ રહ્યું છે? ભૂપેન્દ્રભાઈ પટેલના કામથી શું ભાજપ નારાજ છે?

આ રીતે અરવિંદ કેજરીવાલનાં આ ટ્વીટ બાદ ભાજપનાં સહપ્રવક્તા ડો.ઋત્વિજ પટેલે વળતો પ્રહાર કર્યો હતો. ડો.ઋત્વિજ પટેલે ટ્વીટ કરીને કહ્યુ કે રાજકારણ અને લોકસેવા સૂત્રો દ્વારા કરવામાં આવતી નથી રેવડીવાલ જી!

ભાજપની બહુ ચિંતા ન કરો, શરાબ મંત્રી અને તમારી ચિંતા કરો.

રેવડીવાલે જી પાસે કોઈ જવાબદારી નથી, બસ હવે સુત્રોની વાત કરશે. સાચું જ કહ્યું છે કે ખાલી મન શેતાનનું!

Share

Related posts

વી ક્લબ ઓફ વન્ડર વુમન દ્વારા ગોધરા ખાતે નિશુલ્ક નિદાન કેમ્પ BJP ઉપપ્રમુખ કકુલભાઈ પાઠકની ઉપસ્થિતિમાં યોજાયો

gujaratjanekta

કચ્છના લોકો પંજાબના લોકોની જેમ ક્રાંતિકારી છે: પંજાબ સીએમ ભગવંત માન

gujaratjanekta

ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલમા ગૌરીવ્રત નિમિતે શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial