Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નગરપાલિકાની નિષ્કાળજી : ગૌરીવ્રતના છેલ્લા દિવસે પણ બગીચામાં પ્રાથમિક સુવિધાનો અભાવ !! – જાણો વધુ

સાહિલ શેખ – પત્રકાર

 

સંતરામપુર નગરમાં આવેલ બગીચામાં ગૌરીવ્રત નિમિત્તે છેલ્લા દિવસે આજે પર્યટકોનો ધસારો જોવા મળ્યો હતો પરંતુ નગરપાલિકા દ્વારા સંતરામપુર નગરમાં ચીબોટા નદીની બાજુમાં બનાવવામાં આવેલા બગીચામાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવાય રહેલો હતો. આખા નગરના લોકો પોત‍ાના પરિવાર સાથે તેમજ સ્નેહીજનો સાથે ગૌરીવ્રત નિમિત્તે અહીંયા ફરવા અને આનંદ માણવા આવતા હોય છે તેમજ આ વિસ્તારમાં આવેલ ભુવનેશ્વર મંદિરના દર્શને તહેવારોમાં હજારો લોકો આવતા રહે છે તેમ છતાં તે પણ આજુબાજુના જાડી જાખરા થી ઘેરાયેલું રહે છે. છેલ્લા કેટલાય સમયથી સફાઈ કામ પણ કરવામાં આવેલ નથી.

જ્યારે આ સ્થળ ઉપર સ્ટ્રીટ લાઈટના અભાવે પર્યટકો વહેલા નીકળી જતા હોય છે. સંતરામપુર નગરપાલિકા આવા તહેવાર નિમિત્તે પણ કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં અસમર્થ રહી છે ત્યારે અહીથી પસાર થતા સૌ કોઈ નગરના લોકો મનમ઼ાં મુંજાઈ ગયા હતા. કોરોનાના બે વર્ષ બાદ આજે ગૌરી વ્રત ઉજવાતા અને લોકોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો પરંતુ નગરપાલિકાની વહીવટી અને તેમની નિષ્કાળજીના કારણે સંતરામપુરના નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

Share

Related posts

ગરબાડા તાલુકાના પાટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો

gujaratjanekta

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પ્રથમ વખત ઉપસ્થિત રહ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

gujaratjanekta

ગુજરાત રાજ્યના ગાંધીનગર મુકામે મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રી શ્રી રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ કૃષિ લક્ષી લાભોનો લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial