Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્યના ગાંધીનગર મુકામે મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રી શ્રી રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ કૃષિ લક્ષી લાભોનો લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું

 

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ તામિલનાડુના કોઇમ્બતુર ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના” ના 21મા હપ્તા પેટે સમગ્ર દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને કુલ ₹18,000 કરોડથી વધુની સહાયનું DBTના માધ્યમથી વિતરણ કર્યું હતું. ખેડૂતોને સન્માન સાથે આર્થિક આધાર આપતા આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગાંધીનગર ખાતેથી માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ  કેબિનેટમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી  રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા, અન્ય મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ ખેડૂતો  નિહાળ્યું.રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને કુલ ₹986 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી હતી.રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ખેડૂતલક્ષી અનેક પહેલ શરૂ કરી છે, જેને આજે રાજ્યના નિખાલસ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી સુપેરે આગળ ધપાવી રહ્યા છે.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે યાંત્રિકરણ, પાક સંરક્ષણ, કૃષિમાં નેનો ટેકનોલોજી અને આઈટીનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ ખેતી, કિસાનો માટે ઉત્પાદન વધે, ખર્ચ ઘટે અને વધુ વેચાણ પણ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા વાવેતરથી વેચાણ સુધીની યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. સરકાર સુધારેલા બિયારણો, ખાતરો, યાંત્રિક ઓજારો, પ્રાકૃતિક ખેતી, કૃષિ રાહત પેકેજ, ટેકાના ભાવની ખરીદીને લગતી યોજનાઓના માધ્યમથી ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે. નવીન આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરી ખેડૂતો અનેક લાભ મેળવી રહ્યા છે.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ આપણો મત – આપણી તાકાત દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

મોટી સરસણ ગ્રામપંચાયત ખાતે રોગચાળાને જાહેર આમંત્રણ : તંત્ર કુંભકર્ણની નિદ્રામાં

gujaratjanekta

આરોગ્ય મંત્રી નિમીષાબેન સુથારની ઉપસ્થિતિમાં શૈલેષભાઈ ઠાકર અને અંજલી ડેન્ટલ ક્લિનિક ગોધરા દ્વારા તા. ૨૫-૦૯-૨૨ નિ:શુલ્ક મેગા ડેન્ટલ કેમ્પ યોજાશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial