Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શેઠ પી.ટી આર્ટસ & સાયન્સ કોલેજ ખાતેથી કુલપતિશ્રી પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે વિધ્યાર્થીઓને કહ્યું : અગ્નિવીર બની દેશની સેવા કરો

સંકેત પંડ્યા – એડિટર

આજરોજ ગોધરાની જાણીતી શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ના ઉપક્રમે અગ્નિ વીર યોજના અંગે એક દિવસીય પ્રોગ્રામ વર્કશોપનું આયોજન થયું હતું. જેમાં NCC ના કેડેટ્સ, NSS અને સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ, કોલેજના સ્ટાફ મેમ્બર્સ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમની સમગ્ર રૂપરેખા કોલેજના ડો. જી વી.જોગરાણાએ આપી હતી જ્યારે અગ્નિપથ યોજનામાં જોડાનાર અગ્નિ વીર વિશેની માહિતી યુનિવર્સિટીના મીડિયા કન્વીનર ડો. અજય સોનીએ સવિસ્તૃત આપી હતી તેમણે ખાસ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે દેશના વિરોધીઓ આ યોજના સફળ દેવા થવા દેવા માગતા નથી પરંતુ દેશના યુવાનો પ્રધાનમંત્રીશ્રી ને સાથ આપી અને આ યોજનાને સફળ બનાવશે એવો એમને વિશ્વાસ છે.

કોલેજના આચાર્ય ડો. એમ બી પટેલે મહેમાનોનું સુતરની આંટી અને શબ્દો વડે ઉમડકા ભેર સ્વાગત કર્યું હતું. પોતાના વક્તવ્યમાં કુલપતિ શ્રી પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબે વરસાદ હોવા છતાં પણ ઉપસ્થિત રહેવા માટે વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો. ઉપરાંત ખાસ તેમણે જણાવ્યું હતું કે દરેક સફળ વ્યક્તિઓ મહેનતથી જ આવેલા છે અને આજના યુવાનો પાસે ટેકનોલોજી ની સાથે કામ કરવાની તકો રહેલી છે ઉપરાંત તેમણે પોતાની આગવી શૈલીમાં વિવિધ ઉદાહરણો આપીને શા માટે અગ્નિવર તરીકે જોડાવું જોઈએ એ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે આ કાર્યમાં જોડાયેલા અધ્યાપકો અને પ્રિન્સિપાલશ્રીઓના પણ વખાણ કર્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ અગ્નિવીર તરીકે જોડાવા માંગે છે તેમની સંપૂર્ણ તૈયારી યુનિવર્સિટી દ્વારા કરાવાશે.

 

પ્રોગ્રામની આભાર વિધિ ડો.આર.સી. વ્યાસે કરી હતી. સમગ્ર વ્યવસ્થાપન સમિતિમાં હંસાબેન ચૌહાણ, ડો. સુરેશભાઈ ચૌધરી ઉપરાંત ડો. પ્રવીણભાઈ પરમાર એ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન ડો. રૂપેશ નાકરે કર્યું હતું.

Share

Related posts

નુતન વિદ્યાલય સુખસર ખાતે લોકશાહી ઢબે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ

gujaratjanekta

ઝાલોદ નગરમાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય પ્રોગ્રામો સાથે ધૂમધામ રીતે ઉજવણી કરાઈ

gujaratjanekta

ફતેપુરા અને સંજેલી તાલુકા ના નલ સે જલ યોજના ના કોન્ટ્રાક્ટરોઅધિકારીઓ સાથે બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial