Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિધાનસભાની ચુંટણી નજીક આવતા ગોધરામાં પંચમહાલ કોંગ્રેસ માયનોરેટી વિભાગ દ્વારા નવા હોદ્દેદારોની વરણી – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

ગોધરા શહેરમાં પંચમહાલ જીલ્લા માયનોરેટી વિભાગ દ્વારા નવા હોદ્દેદારોની નિમણૂંક પત્ર એનાયત કરવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા ગુજરાત રાજ્યના માયનોરેટી ચેરમેન વજીરખાન પઠાણ સહિત કાર્યકારી ચેરમેન ઈમ્તિયાઝ અલી કાદરી, ચિરાગ શેખ સહિત ગોધરા નગરપાલિકા સભ્યો અને સામાજીક કાર્યકર એવા અનસભાઈ અંધી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં શહેરાથી ઈકબાલ પોચા પોતાના સાથી કાર્યકરો સાથે હાજર રહ્યા હતા તેમજ કાલોલ, બાસ્કા, હાલોલ, મોરવા(હડફ) થી પણ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં હાજર વજીરખાન પઠાણે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં સૌ એક સાથે રહી કામ કરી કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતી સાથે જીતાડી વિધાનસભામાં મોકલે એવુ આહવાન કર્યુ હતુ. સાથે જ અનેક વક્તાઓએ પોતાના વક્તવ્યમાં કોંગ્રેસના હાથને મજબુત કરવા માટે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.આ કાર્યક્રમમાં પંચમહાલ જીલ્લાના પ્રમુખ અજીત ભટ્ટી સહિત રફીક તીજોરીવાલા પણ હાજર રહ્યા હતા. ગોધરાના યુવા અગ્રણી અને સામાજીક કાર્યકર એવા અનસભાઈ અંધીએ ગોધરા વિધાનસભાની બેઠક લધુમતિ સમાજને ફાળવવામાં આવે એવી વાત મુકતા વધુમાં જણાવ્યુ હતુ કે પંચમહાલની દરેક બેઠક પર લધુમતિ સમાજ અને એમાંય ખાસ મુસ્લિમ સમુદાય કોંગ્રેસના ઉમેદવારને ખુલ્લા મને અને ખુલ્લા હાથે મત આપીને મદદ કરે છે ત્યારે આવી સ્થિતીમાં ગોધરાના મુસ્લિમ અને લધુમતિ બહુ વિસ્તાર હોવાથી લધુમતીને ટીકીટ આપવામાં આવે.

ગોધરાના ડૉ હાશીમ પટેલે પણ ગોધરાની બેઠક પર ઉમેદવાર બદલાય અને લધુમતિ સમાજને ટીકીટ ફળવાય એવી વાત કરી હતી. જ્યારે કાર્યક્રમના મુખ્ય આયોજનકર્તા અને પંચમહાલ જીલ્લા કોંગ્રેસના માયનોરેટી વિભાગના ચેરમેન એવા ઈમ્તિયાઝભાઈ સુજેલાએ કાર્યક્રમમાં હાજર તમામ મહેમાન નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથેજ પંચમહાલમાં કોંગ્રેસને વધુ મજબુત કરવાના પ્રણ લીધા હતા.

Share

Related posts

ACB ની કાર્યવાહી : મનરેગા શાખાનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો-જાણો વધુ

gujaratjanekta

શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી, વિંઝોલના પાંચમા યુવક મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો

gujaratjanekta

બાલાસિનોર ના રૈયોલી ખાતે “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા યોજવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial