Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પોલનબજાર ઉર્દૂ કન્યા શાળામાં ઉજવાયો ભવ્ય શિક્ષક દિન

અહેવાલ:-મેહફુઝ હસન ગોધરા

રિપોર્ટર:-અબ્દુલ્લાહ પંજાબી 

આજરોજ પોલન બજાર ઉર્દૂ કન્યા શાળામાં શિક્ષકદિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.જેમાં ધોરણ 6 થી 8 માં 38 વિધાર્થિનીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો આજે એક દિવસ ની શિક્ષિકાઓ માં અનેરો ઉત્સાહ હતો. બાળકોમાં શિક્ષક દિન નું મહત્વ બતાવવા શાળામાં અચાનક PSI શ્રી અર્જુનસિંહ બારીયા સાહેબ અને તેમની ટીમ ના આગમન થી બાળકો ખુબજ ખુશ થઇ ગયા સાહેબ શ્રીએ બાળકોને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું.PSI સાહેબ શ્રી એ આજ ના દિવસ નું મહત્વ અને કન્યાઓ માં શિક્ષણ ના મહત્વ અંગે વાત કરી બાળકો વધુ અભ્યાસ કરે અને અધ વચ્ચે થી શાળા ના છોડે તે અંગે શિક્ષણ નું મહત્વ સમજાવ્યું.આજ ના આ શુભ અવસરે ધોરણ 8 ની વિદ્યાર્થીની સદામસ શિફા એ આચાર્યા તરીકે અને હુરી આયેશા ઉપઆચાર્યા તરીકે ની ભૂમિકા બજાવી હતી. છેલ્લે શાળાના આચાર્ય શ્રી મેહબૂબ વાઢેલ સાહેબ અને SMC અધ્યક્ષ સુલેમાન ભાઈ જભા સાહેબ દ્વારા સાહેબ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Share

Related posts

સવીપ અંતર્ગત લીમખેડા, દેવગઢ બારિયા અને ઝાલોદ તાલુકામાં દિવ્યાંગ મતદારો સાથે કાર્યક્રમ યોજાયા

gujaratjanekta

ઝાલોદ ઈશાન હોસ્પિટલની આગળ થી પસાર થતી ગટરો ખુલ્લી : પાલિકા તંત્રની નિષ્ક્રિય કામગીરી જોવા મળી

gujaratjanekta

વડોદરામાં મોડી રાત્રે નવરાત્રિના મંડપ પર પથ્થરમારો : કારના કાચ તોડાયા – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial