Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

MGVCL ની ઘોર બેદરકારી : ભરચક વિસ્તારમાં કરંટ લાગવાથી પશુનું મોત- જાણો વધુ

સાહિલ શેખ – પત્રકાર

સંતરામપુરમાં કરંટ લાગવાથી પશુનું મોત થવાની 15 દિવસમાં આજે બીજી ઘટના બની છે. MGVCL વીજ કંપનીની બેદરકારીના કારણે ગત રાત્રીના વરસાદ પડવાથી આ ઘટના બનવા પામી છે. મોનસુનની ઋતુમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સંતરામપુર તાલુકામાં દરેક વીજ થાંભલા અને મુખ્ય લાઈનો ઉપર ટેપિંગ કરવાનું હોય છે પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા બેજવાબદાર કામગીરી ના કારણે કરંટ લાગવાથી મુંગા પશુનું મોત થયું હતું. સંતરામપુર નગરના ગોધરા ભાગોળ વિસ્તારમાં પારસમણી હોસ્પિટલની બાજુમાં પશુઓ પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક ચાલુ વરસાદમાં થાંભલાની બાજુમાંથી કરંટ પસાર થતાં કરંટ લાગતા પશુનું સ્થળ ઉપર જ મોત થયુ હતું. આવા ભરચક વિસ્તારમાં આવેલ હોસ્પિટલની બાજુમાં સંખ્યા બંધ દર્દીઓ અહીથી સારવાર અર્થે અવર જવર કરતા રહે છે ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના બની હોત તો જવાબદાર MGVCL સામે કાયદેસરના પગલા ચોક્કસ ભરાતા પણ પશુઓનો કોઇ માયબાપ ના હોય તો જવાબદાર તંત્ર સામે પગલા ભરાશે કે નહી એ તો આવનારો સમય જ બતાવશે.

આજુબાજુના સ્થાનિક રહીશો, વેપારીઓ માટે ધોળા દિવસે જાનહાનિ અને જોખમ વધી રહ્યું છે ત્યારે ફરી આવી શોર્ટ સર્કિટ અને કરંટ લાગવાની ઘટના બને તો જવાબદાર કોણ ? મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આ ખુલ્લા વાયરો અને ઈલેક્ટ્રીક થાંભલા ઉપરથી પસાર થઇ રહેલા 33 K.G ના વાયરનો કરંટ ઉતરતા આ નિર્દોષ પશુનું મોત થયું ત્યારે જોવાનુ એ રહ્યું કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે કે નહી ?

Share

Related posts

ભાવનગર માં રખડતા ઢોરના કારણે જેસર પંથકમાં એક વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી

gujaratjanekta

ઝાલોદ તાલુકામાં આવેલ પંચાયતોમા મનરેગા હેઠળ થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

ગુજરાત સાયન્સ સિટી દિવાળીના તહેવાર નિમિતે સોમવારે મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial