Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મોટી સરસણ ગ્રામપંચાયત ખાતે રોગચાળાને જાહેર આમંત્રણ : તંત્ર કુંભકર્ણની નિદ્રામાં

સાહિલ શેખ – પત્રકાર

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાની મોટી સરસણ ગ્રામ પંચાયત એટલે વિકાસના નામે કાગળ ઉપર ચાલતી પંચાયત ! આ ગામની અંદર દરેક જ્ઞાતિના ગ્રામજનો રહે છે. મોટી સરસણ નો મુખ્ય રસ્તો ગણાતો ગ્રામજનોના ઘર આંગણા માં જ ગંદકીનું સામ્રાજ્ય, સફાઈ નો અભાવ, વધી રહેલા મચ્છરોનો ઉપદ્રવ પરંતુ સફાઈ કરવામાં આવતી નથી.

જાગૃત નાગરિક તરીકે વણકર કિશોરભાઈ લાલાભાઇ દ્વારા લેખિતમાં અને મૌખિક માં વારંવાર રજૂઆત કરવા છતાં ગામની સફાઈ કરવામાં આવતી નથી. આ વિસ્તારની અંદર લોકોને પસાર થવું હોય તો ગંદા પાણીમાં અને કાદવ કીચડ માંથી પસાર થવું પડે છે. સ્વચ્છ ભારત… સ્વચ્છ ભારત એવા મીઠા વડાપ્રધાનના સૂત્ર માત્ર સૂત્ર જ બની ગયા હોય તેમ લોકો કહી રહ્યાં  છે. ગ્રામ પંચાયતોમાં અને અલગ અલગ જગ્યાએ મારું ગામ…સ્વચ્છ ગામ… આવા બોર્ડ માર્યા છે પણ ખરેખર આવા ખોટા ખર્ચાઓ કરી માત્ર બોર્ડ લગાવવાથી ભારત સ્વચ્છ અને સ્વસ્થ બનતું નથી. મોટી સરસણ ગ્રામ પંચાયત પર સ્વચ્છતા મિશન… સ્વચ્છ ભારતનું સૂત્ર મારવામાં આવ્યુ છે પરંતુ મોટી સરસણ પંચાલ ફળીયું સ્વચ્છતા ના નામે આજે પણ શૂન્ય છે.

ગ્રામજનો આવી ગંદકીથી ત્રાહિમ પોકારી ઊઠ્યા છે ઘરમાંથી બહાર નીકળવું અઘરું પડી રહ્યું છે દિવસ હોવા છતાં ઘરના આંગણે દરવાજો ખોલી શકતો નથી. 1000 ઉપરાંત ગ્રામજનો અહીંયા વસી રહ્યા છે તેમ છતાં સફાઈ અને પ્રાથમિક સુવિધા નો અભાવ જોવા મળી રહ્યો છે.


આ પરિસ્થિતિમાં ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીનું પણ જોખમ સેવાયેલું છે. મોટી સરસણ ફળિયામાં સૌથી વધારે એસ.સી જ્ઞાતિના વધારે મકાનો આવેલ હોવા છતાં તે વિસ્તારમાં સફાઈ કરવામાં આવતી નથી ત્યારે જોવાનુ એ રહ્યું કે તાલુકા હેલ્થ ઓફીસ, જીલ્લા આરોગ્ય વિભાગ, તાલુકા વિકાસ અધિકારી, પંચાયત તલાટી ગ્રામજનો ની પીડાને દુર કરશે કે પછી આંખ આડા કાન કરશે !?

Share

Related posts

ભાજપને તેના જ ગઢ સુરતમાં મોટો ઝટકો લાગ્યો, આ દિગ્ગજ ઉદ્યોગપતિએ પાર્ટી છોડી દીધી

gujaratjanekta

વિરોધ પ્રદર્શન : ભાજપ દ્વારા પાકિસ્તાનના વિદેશમંત્રીના વિરોધમાં સુત્રોચાર કરાયા

Admin

પંચમહાલમાં ચૂંટણી પંચની તડામારા તૈયારીઓ, 377 ઈવીએમ અને 412 વીવીપેટ ફાળવાયા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial