Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

માનગઢધામ ખાતે વિરાટ ધર્મ સભા યોજાઇ : ૨૦ હજારથી વધુ લોકો જોડાયા- જાણો વધુ

સાહિલ શેખ – પત્રકાર (સંતરામપુર)

આઝાદી કા 75 માં અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ માનગઢધામ ખાતે વિરાટ ધર્મ સભા યોજાવા પામી હતી. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ માંથી મોટી સંખ્યામાં સંતો, મંહતો, ઉપસ્થિત થયા હતા. ત્રણે રાજ્યોના બાંસવાડા, ડુંગરપુર , દાહોદ , મહિસાગર, પંચમહાલ, ઝાંબુઆ સહિતના વિવિધ જીલ્લાઓ માંથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આશરે ૭૫૦૦ જેટલી બાઇક ચાલકો બાઇક રેલી કાઢી માનગઢ ધામ ખાતે વીસ હજાર કરતા પણ વધુ લોકો વિરાટ ધર્મ સભામાં જોડાયા હતા.

આ યાત્રામાં રાષ્ટ્રીય અખિલ ભારતીય કાર્યકારિણી (આર.એસ.એસ) ના સભ્ય ઇન્દ્રેશજી, વનવાસી કલ્યાણ પરિસદના અધ્યક્ષ રામચંન્દ્ર ખરાડી, ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુંબેરભાઇ ડીડોર, ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર, બાંસવાડાના સાંસદ કનકમલ કટારા, પૂર્વ મંત્રી સુશીલ કટારા, પૂર્વ મંત્રી ધનસિંહ રાવત, માજી સાંસદ માનશંકર નિનામા ,ગઢી પરતાપુરના ચાલુ ધારાસભ્ય કૈલાશ મીણા, પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ કુષ્ણાબેન કટારા સહિત મોટી સંખ્યામાં સંતો, મંહતો, લોકો હાજર રહ્યા હતા.

રાષ્ટ્રીય કાર્યકારીના સભ્ય ઇન્દ્રેશજીએ હજારો લોકોને સંબોધીને જણાવ્યુ હતું કે શ્રી ગુરુગોંવિદે ધર્મને બચાવ્યો છે ધર્મની રક્ષા કરી છે અને લોકોને સદમાર્ગ બતાવ્યો છે તેમજ ગુરુ ગોવિંદની ધરતી પરથી રેભુરેટીયા નહી માનુરે… નહી માનુ નુ… ગીત નારો બોલાવી લોકોને દારુના વ્યસનથી દૂર રહેવા કહ્યું હતુ. ચીન નો વિરોધ કરતા કાશ્મીર કે બીના હિન્દુસ્તાન અધુરા હૈ નો નારો લગાવ્યો હતો.

રાજસ્થાન ના ઉદેપુરમાં કૈનયાલાલ ની થયેલ હત્યાને સખત શબ્દોમાં વખોડી , ઉદેપુર મા કૈનયાલાલને મોતને ધાટ ઉતારનાર આરોપીઓ ને કડક કાર્યવાહી કરી લોક માંગ પ્રમાણે ફાંસી ની સજા સરકાર અને ન્યાય તંત્ર આપે તેવી માંગ કરી હતી. સભા સ્થળ પર ભારત માતા કી જય…, વંદે માતરમ…ના નારા બોલાવી ઉપસ્થિત હજારો લોકોનો આભાર માન્યો હતો.

Share

Related posts

નારાયણી પબ્લિક સ્કૂલ, ઝાલોદ દ્વારા NPS ના વિદ્યાર્થીઓ તેમજ અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ માટે ચાર દિવસીય સમર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

ઝાલોદ નગરમાં શ્રાવણ માસ દરમ્યાન નોનવેજ અને કતલખાના બંધ રાખવા હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી

gujaratjanekta

અમદાવાદ જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત શાળા બહારના બાળકોની સર્વે કામગીરીનો પ્રારંભ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial