Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ભારત સરકાર દ્વારા બંધ કરાયેલ જુની ચલણી નોટો સાથે ૬ ઈસમો ને ઈક્કો ગાડી સાથે પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી પોલીસ

રિપોર્ટર:-મેહફુઝ હસન

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓએ બનાવટી ચલણી નોટો પકડી પાડવા વધુમા વધુ પ્રયત્નો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટ એસ.ઓ.જી શાખા ગોધરા નાઓને બાતમી મળેલ કે વાઘજીપુર ચોકડી શહેરા બાજુથી એક ઈક્કો જેનો ગાડી નંબર GJ-07-AR-3573 મા કેટલાક ઈસમો ભારતીય બનાવટ ની સરકાર દ્વારા વપરાશમા બંધ કરાયેલ જુની નોટોનો મોટો જથ્થો લઈને નીકળનાર છે અને મોરવા(હ)તરફ આવનાર છે ઉપરોક્ત બાતમી આધારે પો.સબ.ઈન્સ.આર.એમ.મુધવા તથા પો.સબ.ઈન્સ.ડી એમ મછાર તથા પો.સબ.ઈન્સ.એચ.જી.ભરવાડ મોરવા(હ) પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ ના માણસો ને બાતમી હકીકત વાકેફ કરી તેઓ એ બે પંચો સાથે રાખી મોરવા તાલુકા ના રામપુર(ક) ગામે રોડ ઉપર વોચ મા હતા અને તે દરમિયાન બાતમીવાળી ઈક્કો ગાડી નં GJ-07-AR-3573 આવતા તેને કોર્ડન કરી તપાસ કરતા કુલ ૬ ઈસમો બેઠેલ હતા અને ઈક્કો ગાડીની ઝડતી કરતા બે પ્લાસ્ટિક ના થેલામાથી ભારતીય બનાવટ ની સરકાર દ્વારા બંધ કરેલ ચલણી નોટો જુદા જુદા દર ની રૂ.૯૭,૫૦,૦૦૦/-ની જુની નોટો મળી આવતા ઉપરોક્ત ઈસમો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે

આરોપીઓ નામ:-

(1)દોલતસિંહ બાધરસિંહ બારીયા

(2)આરતભાઈ દાજીભાઈબામણીયા

(3)રંગીતભાઈ મોતીભાઈ પગી

(4)વિનોદભાઈ પરવતભાઈ બારીયા

(5)ગણપતસિંહ જયંતસિંહ પગી

(6)ભારતસિંહ ફતેસિંહ બારીયા

Share

Related posts

નારાયણી પબ્લિક સ્કૂલ, ઝાલોદ દ્વારા NPS ના વિદ્યાર્થીઓ તેમજ અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ માટે ચાર દિવસીય સમર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

આવતીકાલે જગન્નાથની 146મી રથયાત્રા: 27 માર્ગોને અપાયું ડાયવર્ઝન

gujaratjanekta

મુક્ત અને ન્યાયી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે પોલીસ નિરીક્ષક તરીકે સતીશ કુમાર ગજમીયે, IPS ની નિયુક્તી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial