Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જીલ્લામાં લક્ષ્યાંક પુરો કરવા રોપા ઉછેર નર્સરીમાં ઓછા વેતને કરાય છે બાળ મજુરી !! : મીઠી નિદ્રામાં તંત્ર –

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત રાજ્યમાં ઠેર-ઠેર એક તરફ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીએ બાળ-મજુરી કરાવવાના શપથ લીધા હોય તેમ લાગી રહ્યું છે !

સામાજિક વનીકરણના તાબા હેઠળના એ RFO /કર્મચારીને બાળમજુરી કેમ ના દેખાઈ ?

ટેન્ડર સિસ્ટમથી કામ કરનાર કોન્ટ્રાક્ટરને એ સામાજિક વનીકરણના RFO વચ્ચે શું ટકાવારી હશે કે નહી ?

બાળમજુરોને કોઇ જનાવર કરડે તો જવાબદાર કોણ ?

જિલ્લામાં એક તરફ શાળા પ્રવેત્શોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિધ્યાર્થીઓને શાળામાં ચાલું અભ્યાસે બીજી તરફ મજુરીકામ કામ કરવા મજબુર બનાવી એ ટેન્ડર કોન્ટ્રાક્ટર દ્વારા ઓછું વેતન આપી ૧૫-૨૫, ૧૦-૨૦,૩૦-૪૦ ની બેગો ભરાવી જાહેરમાં બાળ-મજુરીને પ્રવેત્શોત્સવના ભાગરૂપે વધામણા કર્યો હોય તેમ લાગી રહ્યું છે. એ નર્સરીમાં ધોળા દિવસે ઉનાળાના ધમધમતા ઉકળાટ વચ્ચે બોલાયેલા મજુરોને છુટક મજુરી પેટે દિવસના ૨૦૦ રુપિયા આપી પોતાના લક્ષ્યાંક ને પુરો કરવા એળીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. નર્સરી દ્વારા નિયમોને અધ્ધરતાલ મુકી કોઇપણ રોજમદાર કે મજુરીકામ કરનારાઓની કોઇપણ પ્રકારની રજીસ્ટરમાં એન્ટ્રી કર્યા વગર કામચલાઉ ધોરણે ભ્રષ્ટાચાર ને ખુલ્લેઆમ આમંત્રિત કર્યુ હોય તેમ લાગી રહ્યુ છે. નર્સરીમાં કામ કરતા મજુરો નત મસ્તકે પોતાના કામ પ્રત્યે વફાદાર છે પણ સામાજિક વનીકરણ ના એ સરકારી કર્મચારીઓ મજુરોને ઓછા વેતને વધુ કામ કરાવી પોતાના ખિસ્સા ભરી રહ્યા હોય તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે.

Share

Related posts

મધુ શ્રીવાસ્તવને વિવાદિત નિવેદન બાદ આપવામાં આવી રાહત, ગોળી મારવાનું નિવેદન કર્યું હતું

Admin

ગુજરાત ઈલેક્શન 2022: AAPએ ઉડાડી ભાજપની ઉંઘ! પીએમ મોદી અને અમિત શાહ સામે ગઢ બચાવવાનો પડકાર

gujaratjanekta

આજે PM અંબાજીમાં 7200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial