Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા શહેર ના બહારપુરા વિસ્તાર માંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપી ને રંગે હાથે પકડી પાડતી પંચમહાલ એસ.ઓ.જી પોલીસ

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી
રિપોર્ટર:-મેહફુઝ હસન:- ગોધરા

પ્રાપ્ત માહીતી મુજબ ગોધરા શહેર ના બહારપુરા વિસ્તાર માં એક ઈસમ ગાંજા નો જથ્થા નો વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે ખાંટ એસ.ઓ.જી શાખા નાઓને મળેલ કે ગોધરા ટાઉન વિસ્તાર માં આવેલ બહારપુરા સ્મશાન રોડ પાસે હજરત નવગજ પીરબાબા દરગાહની બાજુમાં બનાવેલ ઓરડીમાં એક ઈસમ નામે જહીરુદ્દીન ઉર્ફે લકડી અલ્લાઉદ્દીન સૈયદ નાનો તેના કબ્જા ભોગવટાની ઓરડીમાં સુકા ગાંજાનુ ચોરી છુપીથી છુટક માં વેચાણ કરે છે. તેવી બાતમી આધારે પોલીસ. ઈન્સ. એમ.કે.ખાંટ તથા પો.સ.ઈન્સ. આર. એમ. મધુવા તથા પોલીસ સ્ટાફ ના માણસો તથા બે પંચો ને સાથે રાખી બાતમી વારી જગ્યા એ રેડ કરતા જહીરુદ્દીન ઉર્ફે લકડી અલ્લાઉદ્દીન સૈયદ નાઓ હાજર મળી આવેલ તેને સાથે રાખી તેની કબજા ભોગવટાની ઓરડીમાં તપાસ કરતા એક થેલીમાં ગાંજાનો જથ્થો મળી આવેલ જેથી એફ.એસ.એલ અધિકારી ને સ્થળ ઉપર બોલાવી પરીક્ષણ કરાવતા ગાંજો હોવાનું જણાવતા હોય પકડાયેલ ગાંજાનું વજન કરાવતા કુલ જથ્થો 3૦૦ ગ્રામ જેની કી.રૂ.3000 ગણી તેની અંગ ઝડતી માંથી એક મોબાઈલ જેની કિંમત ૫૦૦ તથા રોકડ રૂ.૫૭૦ મળી કુલ ૪૦૭૦ ના મુદ્દામાલ સાથે પકડી સદરી આરોપી વિરૂધ્ધ NDPS કાયદેસર કરવા સારું ગોધરા એ.ડીવીજન પોલીસ સ્ટેશન માં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો.

 

Share

Related posts

ઝાલોદ પાટીદાર સમાજ દ્વારા બસ સ્ટેશન ચોક પર સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ જલ્દી કરવા માંગ કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં વૃદ્ધને લૂંટનાર બંને ઈસમોને દાહોદ એલ.સી.બી એ ઝડપી મુદ્દામાલ સાથે ઝડપી પાડયાબંને ઈસમો પાસેથી 265600 નો મુદ્દામાલ ઝડપાયો

gujaratjanekta

વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial