Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દેવાયત ખવડને જેલ કે જામીન, કોર્ટમાં થશે આજે આ મામલે ફેસલો

રાજકોટમાં મયુરસિંહ રાણા પર 10 દિવસ પહેલા હુમલો કર્યો હતો એ મામલે ડીસીપી ક્રાઈમ સમક્ષ દેવાયત ખવડ ગઈકાલે હાજર થયા છે. ત્યારે આગોતરા જામીન માટે દેવાયક ખવડે કોર્ટમાં અરજી કરી હતી. આજે કોર્ટમાં આ મામલે જામીન કે જેલને લઈને સુનાવણી થશે. પોલીસની સમક્ષ હાજર થતા દેવાયત ખવડ મામલે તપાસ હાથ ધરવામાં આવશે.

સમગ્ર મામલાને લઈને એ ડીવિઝન પોલીસના અધિકારીઓ દ્વારા તપાસ કરાશે ક્યાં અત્યાર સુધી છુપાઈને દેવાયત ખવડ રહ્યા હતા. કેમ હુમલો કરાયો એ તમામ બાબતે તપાસ થશે. જો કે, જામીન અરજી સામે પોલીસે સોગંધનામું કોર્ટમાં કર્યું છે. જામીન અરજી ના મળે તેને લઈને પોલીસે આ સોગંધનામું કર્યું છે.

આ મામલે દેવાયતને પોલીસ ના પકડતા પીએમઓ સુધી રજૂઆત કરવામાં આવી હતી. હુમલાનો ભોગ બનેલા મયૂરસિંહ રાણાએ પોલીસની કામગિરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમના પરીવારજનોએ પોલીસ ફરીયાદ કરી હતી ત્યારથી શોધખોળ ચાલી રહી હતી. ત્યારે દેવાયત ખવડ ગઈકાલે જાહેર થયા છે.

દેવાયત સામે 3 ગુનાઓ નોંધાયા
દેવાયત સામે 3 ગુનાઓ અત્યાર સુધી નોંધાયા છે. 3 ગુનાઓમાં 2015માં ચોટીલામાં મારા મારીનો ગુનો નોંધાયો હતો આ ઉપરાંત હત્યાની કોશીશ આર્મ્સ એક્ટ હેઠળ પણ અગાઉ ગુનો નોંધાયો છે. આગોતરા જામીન અરજી માટે સુનાવણી હાથ ધરાશે. ત્યારે પોલીસે અગાઉના ગુનાનો પણ ઉલ્લેખ કર્યો છે. પોલીસ દ્વારા દેવાયત ખવડને જામીન ના મળે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Share

Related posts

ગુજરાત ઈલેક્શન 2022: AAPએ ઉડાડી ભાજપની ઉંઘ! પીએમ મોદી અને અમિત શાહ સામે ગઢ બચાવવાનો પડકાર

gujaratjanekta

સુખસર પોલીસે બલૈયા ક્રોસિંગ ખાતેથી અકસ્માત ગ્રસ્ત બોલેરો પીકપ ડાલા માંથી પાંચ ગૌવંશ ઝડપી તપાસ હાથ ધરી વાછરડા ભરેલા પીકપ ડાલાને શિફ્ટ કાર સાથે અકસ્માત થતા બોલેરો ચાલક ભાગી છૂટ્યો દાહોદ જિલ્લામાં પશુ વહન કરતાં વાહનોના માલિકો સરકારના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે

gujaratjanekta

હવે ઘરે બેઠા નોધાવી શકાશે FIR : પોલીસ સ્ટેશનના ધક્કા માંથી મુક્તિ !

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial