Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિત્તે જય જલારામ હોમિયોપેથીક મેડિકલ કોલેજ મોરવા (રેણા) દ્વારા ગોધરા ખાતે ભવ્ય રેલી કાઢવામાં આવી

 

 

સંકેત પંડ્યા – સબ એડિટર, ગોધરા.

વિશ્વ હોમીયોપેથીક દિવસ નિમિત્તે જય જલારામ હોમિયોપેથીક મેડીકલ કોલેજ મોરવા (રેણા ) તથા ભા.જ.પા. મેડીકલ સેલ દ્વારા પછાત વિસ્તારમાં નિર્દોષ અને અસરકારક ચિકિત્સા પધ્ધતિનો વ્યાપકતા તેમજ સેવા સમર્પણને અનુલક્ષીને ગોધરામાં જાગૃતિ રેલીને પંચમહાલ જિલ્લા પંચાયત ના પ્રમુખ કામિનીબેન સોલંકી એ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું .આ પ્રસંગે કોલેજના પ્રમુખશ્રી અને પ્રિન્સીપાલ એવા જીલ્લા ભાજપ ડોક્ટર સેલના કન્વીનર ડો.વિજયભાઈ પટેલ, પંચમહાલ જિલ્લા આયુર્વેદ હોમીયોપેથીક ડોક્ટસૅ એશોસીએશન સેક્રેટરી અને જીલ્લા ભાજપ મિડિયા સેલ કન્વીનરશ્રી ડો.હષૅદભાઈ મહેરા તથા તબીબો, વિદ્યાર્થીઓ જોડાયા હતા.
રેલી બાદ BRGF ભવન ખાતે યોજાયેલ ખાસ કાર્યક્રમ માં 10એપ્રિલ હોમિયોપેથી પધ્ધતિ ના પ્રણેતા ડૉ સેમ્યુઅલ હેનેમેન ના જન્મદિવસ નિમિતે કેક કાપવા માં આવી હતી તેમજ પંચમહાલ જિલ્લા માં હોમિયોપેથીક તબીબો જેઓ વિશિષ્ટ સેવાઓ આપી રહ્યા છેઃ તેઓ ને સન્માનિત કરવા માં આવ્યા હતા
આ કાર્યક્રમ માં ગોવિંદ ગુરુ યુનિવર્સીટી ના વાઇસ ચાન્સલર ડૉ. પ્રતાપ સિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા ભાજપ ના અધ્યક્ષ અશ્વિનભાઇ પટેલ, માધ્યઝોન ના ડોક્ટર સેલ કન્વીનર ડૉ પિનાકીન પટેલ હાજર રહ્યા હતા
પ્રાસંગિક પ્રવચન માં ગોવિંદ ગુરુ યુનિવર્સીટી ના વીસી. ડૉ પ્રતાપ સિંહ ચૌહાણ દ્વારા હાજર હોમિયોપેથીક ડોક્ટર તેમજ હોમિયોપેથીક કોલેજ ના વિદ્યાર્થી ઓ ને ભવિષ્ય માં હોમિયોપેથીક ચિકિત્સા પધ્ધતિ ના પ્રચાર માટે નવા અભિગમો સાથે પ્રજા ની વચ્ચે જવુ જોઈએ એમ જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા આયુર્વેદિક વિભાગ અને જય જલારામ હોમિયોપેથીક કોલેજ દ્વારા હોમિયોપેથીક દવા ઓ માટે ના એક કેમ્પ નું આયોજન પણ ગોધરા ના સિંધી સમાજ ની વાડી ખાતે કરવા માં આવ્યું હતું જેનો 300થી પણ વધારે દર્દીઓ એ લાભ લીધો હતો.
ડૉ. વિજય પટેલ જેઓ જય જલારામ હોમિયોપેથીક કોલેજ ના પ્રમુખ અને પ્રિન્સિપાલ છેઃ તેઓ એ પ્રસંગ ને અનુરૂપ પ્રવચન માં હોમિયોપેથી ને જન જન સુધી પહોંચાડવા ની નેમ સાથે પોતાના વિદ્યાર્થીઓ ને હંમેશા હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિ માં અવનવા સંશોધન સાથે પ્રેક્ટિસ કરવા આહવાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન આયુર્વેદિક હોમિયોપેથીક એશો. પંચમહાલ ના મહામંત્રી ડૉ. હર્ષદ મહેરા એ કર્યું હતું

Share

Related posts

ગોધરા સીટી ટ્રાફીક શાખા દ્વારા ટ્રાફીક ડ્રાઈવ યોજાયો

gujaratjanekta

દાહોદ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ ખાતે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે અમન ડે સ્કુલ, ગોધરા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial