Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

PM નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સ્પો ખુલ્લો મુકાયો

 સંકેત પંડ્યા – એડિટર

વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ગાંધીનગર મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદઘાટન કરવામાં આવ્યું.

  દેશને આત્મનિર્ભર ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત તરીકે દિશા આપનાર દેશના કર્મનિષ્ઠ પ્રઘાનસેવક નરેન્દ્રભાઇ ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન આશરે 15 હજાર કરોડથી વઘુના વિવિઘ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપનાર છે ત્યારે આજે ગાંધીનગર મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદઘાટન કરવામાં આવ્યું.
દેશના કર્મનિષ્ઠ પ્રઘાનસેવક નરેન્દ્રભાઇ મોદી એ સંબોઘન કરતા જણાવ્યું કે, ડિફેન્સ એક્સ્પોનું આયોજન નવા ભારતની ભવ્ય તસ્વીર પ્રદર્શીત કરી રહ્યુ છે જેનો સંકલ્પ આપણે અમૃત કાળમાં લીઘો છે. આમાં રાજયનો વિકાસ છે, રાજયનો સાથ પણ છે. આમાં યુવાનોની શક્તિ છે, યુવા સંકલ્પ છે,યુવા સાહસ પણ છે, યુવા સામાર્થ્ય છે. આ પ્રદર્શની વિશ્વ માટે આશા પણ છે. આપણા મિત્રો દેશો તરફથી સહયોગ મળી રહ્યો છે. આપણા દેશમાં ડિફેન્સ એક્સપો પહેલા પણ થતા આવ્યા છે પરંતુ આ વખતનો ડિફેન્સ એક્સપો અભૂતપુર્વ છે. એક નવી શરૂઆતનું પ્રતિક છે. આ દેશનું પહેલુ ડિફેન્સ એક્સ્પો છે જેમા માત્ર ભારતની કંપનીઓ જ ભાગ લઇ રહી છે, માત્ર મેડ ઇન ઇન્ડિયાના રક્ષા ઉપકરણોની જ પ્રદર્શની છે. પહેલી વાર કોઇ ડિફેન્સ એક્સપોમાં ભારતની માટીમાંથી,ભારતના લોકોના પરસેવાથી બનેલ અનેકવિઘ ઉત્પાદનનો સમાવેશ છે. આજે લોખંડીપુરુષ સરદાર પટેલની ઘરતીથી આપણા દેશના વૈજ્ઞાનિકો,આપણા દેશના યુવાનોની તાકાત આજે દુનિયાની સામે આપણા નવા ભારતની તાકાતનો પરિચય આપશે. આ એક્સપોમાં 1300 થી વઘારે કંપનીઓએ ભાગ લીઘો છે જેમાં ભારતીય ઉદ્યોગ છે. MSME અને 100 થી વઘારે સ્ટાર્ટઅપ છે.
Share

Related posts

મહિસાગરમાં શાહે કહ્યું, કોંગ્રેસીયાઓએ આસ્થા કેન્દ્રોને અપમાનિત કરવાનું કામ કર્યું ભાજપે તેનો પૂર્ણોદ્ધાર કરવાનું કામ કર્યું

Admin

દાહોદરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ધન્વંતરી ટ્રસ્ટ દ્વારા આયોજિત સેવા સંવેદના શિબિરમાં દક્ષિણ-મધ્ય ગુજરાતની મેડીકલ કોલેજના 146 છાત્રોએ દાહોદના 23 ગામોમાં ગ્રામ્ય જીવનનો અનુભવ કર્યો

gujaratjanekta

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઇ જી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial