Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા પોલીસ મથકે ઈદ-ઉલ-અઝહા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા ખાતે આગામી તહેવાર ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ને ધ્યાનમાં રાખી ફતેપુરા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક પી.આઈ. પી. એ. જાડેજાના અધ્યક્ષસ્થાને તથા પી.એસ.આઈ. આર.વી. રાઠોડની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.બેઠક દરમિયાન તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા સમાજના આગેવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે પરસ્પર સૌહાર્દ અને એકતાના સંદેશ સાથે તહેવાર ઉજવવાની ભાવના વ્યક્ત કરી હતી.

Share

Related posts

વડોદરાની શ્રી અંબે વિદ્યાલયમાં ધો-૧૦ ઇંગ્લિશ મિડીયમમાં ભણતી કુ. તસ્મહી શેઠ પ્રથમ આવીને સ્કૂલ તેમજ માબાપનું નામ રોશન કર્યું

gujaratjanekta

શાળા પ્રવેશોત્સવ એટલેઉજ્જવળ ભવિષ્યનો મંગલ પ્રારંભ

gujaratjanekta

ઝાલોદ ગોયલ પરિવાર દ્વારા એકાદશી ઉદ્યાપન અને તુલસી વિવાહનો ત્રિદિવસીય ધાર્મિક પ્રોગ્રામ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial