Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સિદ્ધપુરમાં ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું, જુના ગંજબજારમાં જાહેરસભા યોજાઇ

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપલબ્ધીઓ તથા જનહીતના કાર્યો તેમજ વિકાસના ગુજરાત મોડલને જનતા સુધી લઈ જવા સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌરવ યાત્રા યોજી છે. ત્યારે ગુજરાત ગૌરવ યાત્રા સિદ્ધપુર ખાતે આવી પહોંચતા ભાજપના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સિદ્ધપુરમાં પ્રવેશ બાદ મુખ્ય માર્ગો ઉપર થઈને જુના ગંજબજાર ખાતે જાહેરસભા યોજાઈ હતી.

ડો. સંજીવ બાલીયાનના નેતૃત્વમાં આવેલી ગુજરાત ગૌરવ યાત્રાનું સમર્થન કરવા અને નેતાઓને સાંભળવા ભારે જનમેદની ઉમટી હતી. મોદીજીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર તથા ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની સરકારોના પ્રજાહિતના કાર્યો તથા ઝડપથી થઈ રહેલા દેશના વિકાસ કાર્યોની માહીતી આપી ગુજરાતની વિકાસયાત્રાને બરકરાર રાખવા ભાજપને સમર્થન આપવા અપીલ કરી હતી.

આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી સંજીવ બાલીયાન, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પ્રદેશ મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, કે.સી. પટેલ, જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, નગરપાલિકા અધ્યક્ષા કૃપાબેન આચાર્ય, પૂર્વ ન.પા. પ્રમુખ અજીત મારફતીયા, મનિષ શેઠ, વિષ્ણુ પટેલ ગંગોત્રી, જશુ પટેલ, રણજીતસિંહ સોલંકી, મહીલા મોરચા, યુવા મોરચા, અનુ. જાતિ મોરચા, લઘુમતિ મોરચા, બક્ષીપંચ મોરચા, વિવિધ સેલ તથા સહયોગી સંસ્થાઓ, ભાજપના નગરપાલિકા સદસ્યો, તાલુકાના આગેવાનો, ડેલીગેટો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા કોઈ કારણોસર પહોંચી શક્યા નહોતા.

Share

Related posts

ગોધરામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : ગેરકાયદે રેતી – બ્લેક વહન કરતા ૭ ટ્રક ઝડપાઈ : 3.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી 12 લોકીની અટકાયત – જાણો વધુમાં

gujaratjanekta

ગુજરાત સાયન્સ સિટી દિવાળીના તહેવાર નિમિતે સોમવારે મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે

gujaratjanekta

ઝાલોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ભગવાન બિરસા મુંડાના 150 મા જન્મદિવસ નિમિત્તે યોજાનાર યાત્રા અંતર્ગત મીટિંગ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial