Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

સરસ્વતીનું ધામ કે બૉલીવુડનું પ્રોડક્શન હાઉસ? પારુલ યુનિવર્સિટીમાં નોરા ફતેહીના ઠુમકા સામે ઉઠ્યો જનઆક્રોશ – જુઓ VIDEO ?!!

મળતી માહિતી મુજબ વડોદરા ની પારુલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ છે. પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ટૂંકા વસ્ત્રોમાં કરવામાં આવેલા પર્ફોમન્સે શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. જ્યાં વેદ અને વિજ્ઞાનના પાઠ ભણાવવા જોઈએ, ત્યાં ‘હાય ગરમી’ અને ‘દિલબર’ જેવા ગીતો પર ઠુમકા લાગતા જોઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શિક્ષણનું ધામ કે પબ-ક્લબ કલ્ચર?

​આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે, વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીમાં પોતાનું ભવિષ્ય બનાવવા જાય છે કે પછી કોઈ પબ કે ક્લબમાં એન્ટ્રી લીધી હોય તેવું મનોરંજન મેળવવા? વાલીઓ પેટે પાટા બાંધીને સંતાનોની લાખો રૂપિયાની ફી ભરે છે અને યુનિવર્સિટી તે રૂપિયા નોરા ફતેહી જેવા સેલિબ્રિટીઓ પાછળ ઉડાવી રહી છે. શું આ જ આપણી નવી શિક્ષણ નીતિ છે?

​કાળો ઇતિહાસ અને સંસ્કારોનું પતન

​યુનિવર્સિટીનો ઇતિહાસ પણ એટલો કાળો છે કે રસ્તા ઉપરનો ડામર પણ શરમાઈ જાય. ભૂતકાળમાં આ જ સંસ્થાના ટ્રસ્ટી ડૉ. જયેશ પટેલ ઉપર વિદ્યાર્થીનીઓની છેડતી અને દુષ્કર્મના ગંભીર આરોપો લાગ્યા હતા. જે સંસ્થાના પાયામાં જ આવા કલંકિત કિસ્સાઓ હોય, ત્યાંથી ઉત્તમ સંસ્કારોની આશા કેવી રીતે રાખી શકાય? જે ખર્ચ લાઈબ્રેરી કે રિસર્ચ પાછળ ખર્ચ થવો જોઈતો હતો તે આજે સેલિબ્રિટીઓને ભાડે લાવવામાં વેડફાઈ રહ્યો છે. પરિણામે, અહીંથી કોઈ ડોક્ટર, વૈજ્ઞાનિક નહીં પણ માત્ર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જ બહાર આવી રહ્યા છે.

વિડિયો વાયરલ થયા બાદ લોકોમાં એવી ચર્ચા જાગી છે કે વિદ્યાના ધામ ગણાતી યુનિવર્સિટીઓમાં આવા કાર્યક્રમોની મંજૂરી આપતા પહેલા તેની નૈતિક અને સાંસ્કૃતિક અસરોનો વિચાર કરવો જોઈએ. ઉપસ્થિત જનમેદનીમાં મોટાભાગે યુવા વિદ્યાર્થીઓ હોય, ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા રાખવામાં આવેલી બેદરકારી સામે પણ સવાલો ઉભા થયા છે.

​”શિક્ષણ સંસ્થાઓનું કામ વિદ્યાર્થીઓને સંસ્કાર અને જ્ઞાન આપવાનું છે, આવા પ્રદર્શનો યુવા પેઢી પર વિપરીત અસર કરી શકે છે.” – સ્થાનિક નાગરિકોનો મત

​આ ઘટનાને લઈને હાલ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં એક તરફ મનોરંજનની વાત છે, તો બીજી તરફ શિક્ષણની ગરિમા જાળવવાની માંગ ઉઠી છે.

​વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે જાગવાનો સમય

​જ્યાં ચારિત્ર્યના પાઠ ભણાવવાના બદલે ચારિત્ર્યહીન ઘટનાઓ ઇતિહાસ બની હોય, ત્યાં માત્ર આવા અશ્લીલ ડાન્સ જ જોવા મળે તે સ્વાભાવિક છે. શું આવી રીતે ભારતનું ભવિષ્ય ઘડાશે? જ્યાં શિક્ષણ ગૌણ અને મનોરંજન મુખ્ય બની ગયું છે, ત્યાં હવે વાલીઓએ જાગૃત થઈને વિચારવાનો સમય આવી ગયો છે કે તેમના સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત છે કે નહીં?!!

​”કરોડોની ફી ઉઘરાવતી સંસ્થા આજે પ્રોડક્શન હાઉસ બની ગઈ છે. શિક્ષણના નામે મનોરંજનનો વેપાર બંધ થવો જોઈએ.” – નાગરિકોનો રોષ

Share

Related posts

મહારાષ્ટ્ર – દર મહિને ધો.12 પાસને 6,000 અને ગ્રેજ્યુએટને 10,000 આપશે સરકાર – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ નગરના રામસાગર તળાવની ચારે બાજુ ઉગી નીકળેલ ઝાડી ઝાંખરા પાલિકા તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા

gujaratjanekta

આખરે.. મધુ શ્રીવાસ્તવને મનાવવામાં બીજેપી નિષ્ફળ, 1995થી જીતતા આવેલા મધુ આ વખતે ભાજપને પડી શકે છે ભારે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial