Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિદ્યાર્થીને સન્માનિત કરતો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કુલ અને શ્રીમતી એસ.એમ કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કુલ સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિ માં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો અવસર એટલે વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ તારીખ 29- 1- 2026 ના રોજ સવારે 8:30 કલાકે દાદરવાલા સભાખંડમાં યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલના દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી દિપસિંહ હઠીલા અને અતિથિ વિશેષ તરીકે નિવૃત્ત શાળા પરિવારના સભ્ય શ્રી અલ્કેશભાઇ શેઠ અને સત્રાંત નિવૃત્ત થતા શાળા પરિવારના શ્રી દિપકકુમાર આર દવે ઉપસ્થિતિ રહ્યા હતા. દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી. શાળાના આચાર્યા શ્રીમતી એન એન પટેલ દ્વારા પરિચય અને શાબ્દિક સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું. .સર્વતોમુખી પ્રતિભા એવોર્ડ મેળવતા માધ્યમિક માંથી બે વિદ્યાર્થીઓ અને ઉચ્ચતર માધ્યમિક માંથી બે વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન દિપસિંહ હઠીલાના હસ્તે મોમેન્ટો, સર્ટિફિકેટ અને કવર આપી સન્માનિત કર્યા હતા અને પ્રેરક ઉદબોદન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનુ ખૂબ જ સુંદર રીતે સંચાલન શ્રીમતી પ્રતીક્ષાબેન પંચાલ દ્વારા કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી દિપસિંહ હઠીલા દ્વારા ₹21,000 અને અલ્કેશભાઇ શેઠ દ્વારા 11,000 નુ દાન શાળાને આપવામાં આવ્યુ હતું. શાળાના સુપરવાઇઝર શ્રી કે ડી લિમ્બાચીયા દ્વારા સંસ્થા અને શાળા પરિવાર વતી બંને મહાનુભવોનો ખુબ ખુબ આભાર માન્યો હતો. આ પ્રસંગે એમ.ટી.એ અને પી.ટી.એ ના હોદ્દેદારો અને સભ્યો તેમજ વાલીઓ અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.શાળાના કુલ 237 વિદ્યાર્થીઓએ ઇનામને પાત્ર થઈ સન્માનિત થયા હતા .સમગ્ર કાર્યક્રમને અંતે આભાર વિધિ ઉમંગભાઇ દરજી કરી હતી

Share

Related posts

SSG હોસ્પિટલમાં OPD – વિભાગ પાસેથી મૃત બાળક મળી આવતા તંત્ર દોડતુ થયુ

gujaratjanekta

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી નો શપથવિધિ સમારોહ

gujaratjanekta

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલખેડી ગામેથી એક જીવીત હાલતમાં નવજાત બાળક મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી જનેતાની શોધખોળ હાથ ધરી છે.

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial