Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કરી મુલાકાત – જાણો વધુ

આજ રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી શ્રી ભપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની શુભેચ્છા મુલાકાત કરી હતી.ગત 14મી ડિસેમ્બરે અંબાજી મુકામે યોજાયેલી કારોબારી મિટિંગ માં થયેલ ઠરાવ મુજબ સમાજ વતી Ews ના લાભો આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રથી વધારી રાજકીય ક્ષેત્રમાં પણ 10% મુજબ રિઝર્વેશન નો લાભ મળે સાથે મા – બાપની સંમતિ વિના ભાગેડુ લગ્નના કિસ્સાઓમાં લગ્ન રજીસ્ટ્રેશન થતા પહેલા મા – બાપની સંમતિ કાયદામાં ફેરફાર કરી ફરજિયાત કરવાની માગણી કરી હતી.

તેમજ સમાજની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે ગાંધીનગર ખાતે સમાજને જમીન ફાળવણી કરી આપવા અંગે પણ પ્રતિનિનિધિ મંડળે રૂબરૂ મુલાકાત કરી માગણી કરી છે. મુખ્યમંત્રી શ્રી તરફથી પણ હકારાત્મક પ્રતિભાવ મળેલ હતો. આજના પ્રતિનિધિ મંડળ માં પ્રમુખ શ્રી શૈલેષ ઠાકર, મહામત્રી શ્રી અનિલ શુક્લ, મહિલા પ્રમુખ શ્રીમતી ડો. ધારિણીબેન શુક્લ, પપ્રમુખ શ્રી રાજુભાઈ રાજગોર, ઉપપ્રમુખ શ્રી હરગોવિંદભાઈ સિરવાડિયા,યુવા પ્રમુખ શ્રી મનોજભાઈ ઉપાધ્યાય, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા તેઓના સમાજના શૈક્ષણિક ક્ષેત્રે આગળ રહેતા તેજસ્વી તારાઓને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું

gujaratjanekta

વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ નગરપાલિકા દ્વારા “મારું ઘર સ્વચ્છ ઘર” થીમ હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

ભાજપ ગૌરવ યાત્રા દ્વારા 144 મતવિસ્તારોમાં 2.5 કરોડ મતદારો સુધી પહોંચશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial