Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામની સગર્ભા ચરપોટ અમિતાબેન માટે આયુષ્ય માન કાર્ડ યોજના બની આશીર્વાદરૂપ

ફતેપુરા  સુનેલવાલા

ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન-આયુષ્યમાન કાર્ડ યોજનાઆયુષ્યમાન કાર્ડ દ્વારા મારી પત્નીની સમયસર મફત સારવાર મળી અને ડિલિવરી થઇ તે બદલ સરકારનો ખુબ ખુબ આભાર : લાભાર્થી પતિ રોહિત ચરપોટફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામની સગર્ભા ચરપોટ અમિતાબેન માટે આયુષ્ય માન કાર્ડ યોજના બની આશીર્વાદરૂપદાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામની સગર્ભા મહિલા અમિતાબેન ચરપોટને પ્રસુતિનો દુખાવો ઉપાડતા ઝાલોદની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તપાસ કરી બાળક ઊલટું હોવાથી નોર્મલ ડિલિવરી થવી શક્ય નથી તેવું જણાવ્યું હતું.ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઝાયડસ હોસ્પિટલનો સંપર્ક કરી ૧૦૮ મારફતે દાહોદ હોસ્પિટલ ખાતે તેમને મોકલવામાં આવ્યા હતા. દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સગર્ભા મહિલા ચરપોટ અમિતાબેનને સિઝેરિયન કરી ડિલિવરી કરવામાં આવી હતી. આમ, આયુષ્ય માન કાર્ડ યોજના રોહિતભાઈ જેવા પરિવારો માટે આર્શીવાદ રૂપ બની રહી છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પાંચ દિવસ સુધી માતા અને બાળકીને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. લાભાર્થીના પતિ ચરપોટ રોહિતભાઈએ સરકારનો આભાર માનતા કહ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડ દ્વારા મારી પત્નીને સમયસર અને મફત સારવાર મળી. જેથી કરીને આજે મારી પત્ની અને બાળક બન્ને સંપૂર્ણ સ્વસ્થ છે.જો આયુષ્ય માન કાર્ડની યોજના ના હોત તો ખાનગી હોસ્પિટલમાં હજારોનો ખર્ચ થાત જે ખર્ચ અમારે જેવા સામાન્ય ઘરના માટે જાતે ઉઠાવવો પડવો મુશ્કેલ હતો. એટલો ખર્ચ અમારાથી પોસાય તેમ નહોતું. જેથી આવા કાર્ડ ની યોજના બનાવવા બદલ હું સરકારશ્રીનો હૃદય પૂર્વક આભાર માનું છું.

Share

Related posts

હાલ કડાણા ડેમના 19 ગેટ ખોલી નખાયા : ડેમમાંથી 7.80 લાખ ક્યુસેક પાણી છોડાયુ – જુઓ VIDEO

gujaratjanekta

જાણો મહીસાગર જીલ્લામાં કયા ગામમાં કુલ કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર ?? – કેટલાક ગામોમાં જુની પાઈપ લાઈન ઉપર નવી લાઈન બતાવી સરકારી નાણાંની એૈસી કી તૈસી !!

gujaratjanekta

વડોદરામાં CMના કાર્યક્રમમાં મોટી ચૂક: મંજૂરી વિના ડ્રોન ઉડતા પોલીસમાં દોડધામ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial