Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ વિધાનસભાના ગુરુ ગોવિંદ તાલુકાના ગુરુ ગોવિંદ સમાધિ ધામ કંબોઈ ધામ ખાતે મુખ્યમંત્રી એ ભાજપના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલ મીટીંગ યોજી ધારાસભ્ય મહેશ ભૂરીયા ઉપસ્થિત રહ્યા

પંકજ પંડિત

ઝાલોદ 130 વિધાનસભાના ગુરુ ગોવિંદ તાલુકાના ગુરુ ગોવિંદ સમાધિ ધામ કંબોઈ ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા ભાજપના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળા ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયાના નેજા હેઠળ યોજાઈ હતી. આ મીટિંગમાં સરપંચો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેલ હતા. આજની વર્ચ્યુઅલ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદી સુધારણા અભિયાનને સફળ બનાવવા માટેનો હતો. મતદાર યાદી સુધારણા સમયે મતદારોના નામની યોગ્ય ચકાસણી, નામમાં સુધારો, સરનામા મા સુધારો, નવા મતદારોનો ઉમેરો સાથે જે મૃત્યુ પામેલ છે તેઓના નામ કમી કરાવવા તેમજ જે લોકો વર્ષો થી બીજા નગર કે શહેરમાં રહેતા હોય અને ત્યાં મતદાન કરતા હોય તેવા વ્યક્તિઓની ચકાસણી કરી કોઈપણ એક વિસ્તારમાં મતદાન કરી શકે તેનું ધ્યાન રાખવું. ગામ, નગર કે શહેરી વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે વિશેષ કાર્યક્રમો યોજી જાગરૂકતા લાવવી તેમજ મતદાર યાદી સુધારણા પ્રોગ્રામ અંતર્ગત ચુંટણી પંચના દરેક નિર્દેશોનુ પાલન થાય આ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. મતદાર યાદી જો સાચી હસે તો કોઈપણ ખોટા મતદાન નહીં થાય જેથી ચુંટણીનુ પરિણામ સાચું અને ન્યાયિક રીતે આવે. આજની વર્ચ્યુઅલ મીટિંગમાં ભાજપ સંગઠનને મજબૂત બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રભારી કકુલભાઈ પાઠક, તાલુકા ભાજપના અધ્યક્ષ સુરેશભાઈ ભાભોર,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, તેમજ BLA 2 હાજર રહ્યા હતા.

Share

Related posts

ભારત સરકારે દ્વારા આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર – જાણો વધુ

gujaratjanekta

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટીંબી (ચાકલીયા) ગામે અનાસ નદી પર આવેલ બ્રિજનું નિરીક્ષણ કરાયું

gujaratjanekta

સુખસરમાં હાડકાયા કૂતરાનો આતંક:23 ને બચકા ભર્યા હડકાયા કૂતરાના આતંકનો શિકાર બનેલા ઇજાગ્રસ્તો એ સુખસર સરકારી દવાખાનામાં સારવાર કરાવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial