Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news ગુજરાત ન્યૂઝ

મહિલાઓ અને છોકરીઓ પર થતી હિંસાને અટકાવવા માટે “જિલ્લા સ્તરીય પરામર્શ” કાર્યક્રમ યોજાયો

મહિલાઓ અને છોકરીઓ પર થતી હિંસાને અટકાવવા માટે “જિલ્લા સ્તરીય પરામર્શ” કાર્યક્રમ યોજાયો

 વનિતા મહિલા શક્તિ સંગઠન અને ઉત્થાન દ્વારા ધાનપુર ખાતે મહિલાઓ સામે હિંસાને અનુસંધાને સરકારી અને બિન સરકારી માળખાઓ સાથે એક “જિલ્લા સ્તરીય પરામર્શ”નું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ સાથે થતી હિંસાનાં બાબતે રજૂઆત, ન્યાયસમિતિએ અનુભવેલી અડચણ, ભલામણો અને અસરોની રજૂઆત તેમજ માળખાઓ સાથે કાર્ય કરવામાં મુંઝવણ, અવરોધો બાબતે વિગતે ચર્ચા કરાઇ હતી.
કાર્યક્રમમાં ઉપસ્થીત દાહોદ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી પટેલે મહિલાઓ સાથે થતી હિંસા વિરૂદ્ધ વિવિધ કાયદાઓ વિષે વાત કરી. ખાસ કરીને કામના સ્થળે મહિલાઓ સાથે હિંસા વીરૂદ્ધ કાયદાકીય જોગવાઈ અંગે જણાવ્યું. તેમજ પ્રવર્તમાન સમાજ વ્યવસ્થા અંગે પોતાની વાત રજુ કરી. આ ઉપરાંત દાહોદ બાલ સુરક્ષા અધિકારી કુરેશીએ દાહોદ વિસ્તારમાં થતાં બાળ લગ્નો અંગે ચિંતા વ્યક્ત કરી તેમજ જણાવ્યું કે આ બાળલગ્નો રોકવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. તેમજ મહિલા શક્તિ સંગઠન અને ઉત્થાન જેવી સેવાભાવી સંસ્થાઓને આ કામગીરીમાં સહયોગ માટે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ધાનપુર પોલીસ સ્ટેશન એએસઆઇ શ્રી પ્રકાશભાઈ વસાવા, જિલ્લા ન્યાય સમિતિ સદસ્ય મંજુબેન નિનામા, સખી વન સ્ટોપ સેન્ટર, દાહોદ, ઉત્થાન લીમખેડાના સદસ્યઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Share

Related posts

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટોઆંતરરાજ્ય વાહન ચોર ટોળકી ઝબ્બે.

gujaratjanekta

ઝાલોદ પ્રાંત અધિકારી અરવિંદ ભાટીયાની અધ્યક્ષતા હેઠળ તિરંગા યાત્રાના આયોજન અર્થે મીટિંગ યોજાઈ

gujaratjanekta

સામાજિક કાર્યકર્તા દ્વારા દાહોદ થી ચાલતા જતા અંબાજી પદયાત્રીઓને રેડિયમ સ્ટીકર લગાવવામાં આવ્યા.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial