Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલીસ દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત 11 મોબાઈલ 2,11,989 રૂપિયાના મોબાઈલ મૂળ માલિકોને પરત અપાયાડી.વાય.એસ.પી ડી.આર.પટેલના હસ્તે પરત કરાયા

પંકજ પંડિત

ઝાલોદ પોલીસ સ્ટેશનમાં 11 મોબાઈલ ખોવાઈ ગયેલ હોવાનો ગુન્હો નોંધાયેલ હતો તે અંતર્ગત ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ આઈ.ટી એક્સપર્ટ જાબીરભાઈ દ્વારા ટેકનિકલ હ્યુમન સોર્સના માધ્યમ થી અગ્યાર મોબાઈલ અંદાજીત 2,11,989 ના તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા.
ગરાસિયા પપ્પુભાઈનો 29,999 નો મોબાઈલ બાઇક પર થી પડી ગયેલ, વિશાલ માળીનો 15,999 નો મોબાઈલ ઘરની પાસે થી ખોવાઈ ગયેલ, વણઝારા કાગુભાઈનો 22,999 નો મોબાઈલ ઘરની આસપાસ પડી ગયેલ, ઈમ્તિયાઝ રહીમ નો 17,999 નો મોબાઇલ ગોયલ પેલેસ પાસે પડી ગયેલ, ડામોર અનિલ નો 10,999 નો મોબાઈલ રીક્ષા માથી પડી ગયેલ, મુનિયા રવિન્દ્રનો 13,999 નો મોબાઈલ દેવજીની સરસવાણી રોડ પર, ડામોર આશીષભાઈ નો 23,999 નો મોબાઈલ જાફરપુરા થી દુકાને જતા પડી ગયેલ, ડામોર સુભાષ નો 33,999 નો મોબાઈલ છાસીંયા થી ઘરે જતા પડી ગયેલ, ગણાવા જંગાલભાઈ નો 14,999 નો મોબાઈલ રસ્તા પર ક્યાંક પડી ગયેલ, મુનિયા મેહુલભાઈનો 11,499 નો મોબાઈલ લીમડી થી ઝાલોદ આવતા પડી ગયેલ હતો. તેમજ એક અન્ય વ્યક્તિ નો 15,499 નો મોબાઈલ મળી આવેલ હતા.
આ તમામ મૂળ મોબાઈલ માલિકોને પોતાના મોબાઈલ પરત મળતા ચહેરા પર ખુશી જોવા મળતી હતી તમામ મોબાઈલ માલિકોને મોબાઈલ મળતા તમામ લોકોએ પોલીસનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે 108 સુંદરકાંડ મહાયાત્રા નિમિતે ભવ્ય સુંદરકાંડ પાઠ સાથે મહાસભા યોજાઈ

gujaratjanekta

ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આગામી  ૧૪ ફેબ્રુઆરી  સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ -૨૦૨૪ની ઉજવણી કરવામાં આવશે

gujaratjanekta

નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ, આ ધારાસભ્યોએ લીધા સંસ્કૃતમાં શપથ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial