Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદમાંથી રાજસ્થાનની રેતી ચોરીનો બેફામ ખેલ! ઓવરલોડ ડમ્પરોથી રસ્તાઓ તૂટ્યા, અકસ્માતનો ખતરો વધ્યો

ઝાલોદમાંથી આંખ આડા કાન’ કરી રહેલા જવાબદાર અધિકારીઓ સામે સવાલો: સવાર-સાંજ રાજસ્થાન પાર્સિંગના નંબર વગરના ડમ્પરો બેરોકટોક પસાર,ઝાલોદના લોકોમાં ભય ફેલાયોઝાલોદ તાલુકામાંથી મોટા પાયે ખનીજ ચોરીનો બેફામ ખેલ ચાલી રહ્યો છે. ખાસ કરીને રાજસ્થાન પાર્સિંગના ઓવરલોડ ડમ્પરો દ્વારા રેતી ભરીને ગુજરાતમાંથી રાજસ્થાન તરફ ઠાલવવામાં આવી રહી છે, જેના કારણે માત્ર ખનીજ ચોરી જ નહીં, પરંતુ જાહેર રસ્તાઓનું ધોવાણ અને અકસ્માતનો ગંભીર ખતરો પણ ઉભો થયો છે.​મોટા કદના રાજસ્થાન પાર્સિંગના ડમ્પરોમાં ક્ષમતા કરતા અનેકગણો વધુ માલસામાન (ઓવરલોડ રેતી) ભરીને લઈ જવામાં આવતા હોવાથી તાલુકાના આંતરિક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. ગામડાઓમાંથી આ ડમ્પરો પસાર થતાં ધૂળના ગોટેગોટા ઉડે છે અને રસ્તાઓ પર ખાડા પડી જવાથી અકસ્માતનો કાયમી ભય ઉભો થયો છે. સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, પરંતુ બેફામ બનેલા ડમ્પર ચાલકો પર કોઈ નિયંત્રણ જોવા મળી રહ્યું નથી.​ખનીજ ચોરીની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ વહેલી સવારે અને મોડી સાંજે પૂરજોશમાં ચાલે છે. ચોંકાવનારી બાબત એ છે કે, ઝાલોદ તાલુકાના ધાવડીયા નજીક આવેલી ચોકીઓ પરથી પણ આ ઓવરલોડ રેતીના ભરેલા ડમ્પરો પસાર થાય છે, તેમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.​તંત્રના ‘નાક નીચેથી’ રાજસ્થાન પાર્સિંગના આ ડમ્પરો બેરોકટોક પસાર થવાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે, ખનીજ ચોરી અને ઓવરલોડિંગ જેવી ગંભીર ગેરરીતિમાં પણ તંત્રના ‘આંખ આડા કાન’ જોવા મળી રહ્યા છે.​”ગુજરાતમાંથી રેતી ભરીને રાજસ્થાનમાં ઠાલવવામાં આવતી હોવા છતાં, ખાન ખનીજ વિભાગ કે સ્થાનિક વહીવટી વિભાગ દ્વારા આ ડમ્પર ચાલકો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.”
​તંત્રની આ નિષ્ક્રિયતા ખનીજ માફિયાઓને પ્રોત્સાહન આપી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.ઝાલોદ ​તાલુકામાંથી પસાર થતાં આ ઓવરલોડ ડમ્પરો માત્ર રેતી ચોરી જ નહીં, પરંતુ જાહેર સુરક્ષા માટે પણ ખતરો છે. સ્થાનિક લોકોની પ્રબળ માંગ છે કે, જવાબદાર વિભાગો (ખાન ખનીજ વિભાગ, પોલીસ અને આરટીઓ) દ્વારા તાત્કાલિક ધોરણે રાજસ્થાન પાર્સિંગના આ ઓવરલોડ અને ગેરકાયદેસર રીતે રેતી ભરી જતાં ડમ્પર ચાલકો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને ઓવરલોડિંગ પર નિયંત્રણ લાદવામાં આવે.જવાબદાર તંત્ર આ બેફામ બનેલા ડમ્પર ચાલકો સામે ક્યારે કાર્યવાહી કરીને રસ્તાઓ અને ખનીજ સંપત્તિનું રક્ષણ કરે છે.તે જોવાનું રહ્યું.

Share

Related posts

ઝાલોદ તાલુકાના વગેલા ગામના ખેતર માંથી ગાંજાનો 2,09,400 નો મુદ્દામાલ ઝડપી પાડતી એસ.ઓ.જી દાહોદ એક વ્યક્તિની અટકાયત કરાઈ

gujaratjanekta

ઝાલોદ નગરમાં રામસાગર પાસે બાળ ક્રિડાંગણના નવીનીકરણમા સેલ્ફી પોઇન્ટ મુકવા લોક માંગ

gujaratjanekta

પંચમહાલ જિલ્લા પ્રજાપતિ સંઘ દ્વારા ગોધરા ખાતે તેજસ્વી તારલાઓ તથા સ્નેહમિલન કાયૅક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial