Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ભગવાન બિરસા મુંડાના 150 મા જન્મદિવસ નિમિત્તે યોજાનાર યાત્રા અંતર્ગત મીટિંગ યોજાઈ

પંકજ પંડિત

ઝાલોદ રાષ્ટ્રનિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુઘી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસ જે 15 મી નવેમ્બરે આવે છે તેને ભારત સરકાર દ્વારા જનજાતિય ગૌરવ દિવસ તરીકે આખા ભારતમાં ઉજવવાનો નિર્ણય લેવામાં આવેલ છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા 01-11-2025 થી 15-11-2025 દરમ્યાન જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી સાથે જનજાતિય ઉજવણી અને જનજાતિય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત 10-11-2025 ના રોજ ઝાલોદ અને ગોવિંદ ગુરુ લીમડી તાલુકા માથી રથયાત્રા પસાર થનાર છે.
ઝાલોદ નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રા 17-11-2025 સોમવારના રોજ સરદાર પટેલ ચોક થી નગરના વિવિધ રાજમાર્ગો પર પ્રાંત અધિકારી અરવિંદ ભાટિયા અધ્યક્ષતામાં આ પદયાત્રા યોજાનાર છે. આજની મીટિંગ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમજ અલગ સ્પર્ધાઓમાં કેવી રીતે ભાગ લેવું તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અલગ અલગ કાર્યક્રમો ક્યારે ક્યારે યોજવા તે વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ઝાલોદ વહીવટી તેમજ તાલુકા સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.

Share

Related posts

નવરચના શાળા ગોધરામાં બાલ સંસદ કમિટી કાર્યક્ર્મ સફળતાપૂર્વક સંપન્ન 

gujaratjanekta

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની દિપ્તીબેન પરીખના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

gujaratjanekta

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગોધરા નગરનો પરિવાર મિલન કુટુંબ પ્રબોધન પ્રોગ્રામ યોજાયો 

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial