Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ મેરવાની પરિવાર દ્વારા 556 મી ગુરુ નાનક જયંતીની ઉજવણી કરાઈ

પંકજ પંડિત

ઝાલોદ દસ વર્ષ થી મેરવાની પરિવાર દ્વારા આ પર્વ માતાપિતાની સ્મૃતિમા ઉજવવામાં આવે છેશ્રી ગુરૂનાનક દેવજીનો જમ્મ વિક્રમ સંવત 1526ની કારતક માસની પૂર્ણિમાનો રોજ થયેલ હતો. ગુરુનાનક દેવ સર્વ દરેક ધર્મ સમભાવ ના સિદ્ધાંત માનતા કહેતા હતા કે દરેક મનુષ્યના શરીરમાં પરમાત્મા વાસ કરે છે. તેઓ આધ્યાત્મિક તેમજ એકાત્મતાના વિચાર સાથે મતભેદ દૂર કરી સમાનતાના વ્યવહારમા ઈશ્વર ભક્તિ છે તેવું માનતા હતા.ઝાલોદ સિંધી સમાજ આરાધ્ય દેવ ગુરુનાનક દેવનાં આદર્શવાદી સિદ્ધાંતો અને પ્રણાલીને અનુસરે છે. ઝાલોદ સિંધી સમાજના મેરવાની પરિવાર દ્વારા અંદાજીત 2015 થી પોતાના માતાપિતાની સ્મૃતિમા ગુરુનાનક જયંતિની ઉજવણી પ્રતિવર્ષ ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમા કરવામાં આવે છે. મેરવાની પરિવાર અંદાજીત 10 વર્ષ થી આ પ્રકાશ પર્વની ઉજવણી કરી રહેલ છે. માતાપિતા એ દરેક માનવીના પ્રથમ ગુરુ હોય છે અને મેરવાની પરિવાર પણ આજ સિદ્ધાંતો ને અનુસરી પરિવાર, સમાજ તેમજ મિત્રોની હાજરીમા ધૂમ ધામધૂમથી ગુરુનાનક પ્રકાશ પર્વની ઉજવણી કરતા આવે છે. આજના પ્રોગ્રામમાં ભજન કિર્તન દરમ્યાન ઉપસ્થિત સહુ લોકો નાચતા ઝુમતા જોવા મળતા હતા. ભજન કિર્તન કર્યા બાદ મહાઆરતી પણ કરવામાં આવી હતી. છેલ્લે આમંત્રિત મહેમાનો માટે મહાપ્રસાદ સાથે આ પ્રકાશ પર્વની ઉજવણી કરાઈ હતી. ઉજવણી દરમ્યાન ગુરુનાનક દેવનાં જય જયકાર સાથે વાતાવરણ ગુંજતુ જોવા મળ્યું હતું.

Share

Related posts

ઝાલોદ C.M.T.C. કેન્દ્ર ખાતે SAM બાળકોની માતાઓ માટે પોષણ જાગૃતિ કાર્યક્રમ

gujaratjanekta

સુરતમાં કાર્યકરો ઉમેદવારો માટે પડકાર, 2017ની ચૂંટણીમાં સુરતમાં 13 લાખ મતદારો મતદાન કરવા માટે ફરક્યા નહોતા

gujaratjanekta

દાહોદ શહેરમાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભદાહોદ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેએ સહપરિવાર સાથે મતદાન કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial